ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ભગવાનની રથયાત્રાના આયોજનને લઇને રાજ્ય સરકાર હાઇકોર્ટ પહોંચી

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સંધ્યા આરતીમાં ભાગ લેવા પત્ની સાથે પહોંચ્યાં હતાં. મંદિરમાં આરતી બાદ મંદિર પ્રશાસન અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ જે બાદ સરકારે રથયાત્રાના આયોજન માટે રાજ્ય સરકાર કોર્ટમાં પહોંચી હતી.

અમદાવાદમાં ભગવાનની રથયાત્રા નગરચર્યા માટે સરકાર કોર્ટમાં જશે
અમદાવાદમાં ભગવાનની રથયાત્રા નગરચર્યા માટે સરકાર કોર્ટમાં જશે

By

Published : Jun 22, 2020, 9:35 PM IST

અમદાવાદઃ સીએમ રૂપાણી દર વર્ષની જેમ પારંપારિક રીતે જગન્નાથ મંદિર સંધ્યા આરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સીએમ સાથે ગૃહપ્રધાન, કલેકટર ,મેયર અને શહેર પોલીસકમિશ્નર પણ હતાં. આ તમામ વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સરકાર દ્વારા રથયાત્રાને કોર્ટમાં જવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે હાઇકોર્ટમાં પહોંચી હતી.

અમદાવાદમાં ભગવાનની રથયાત્રા નગરચર્યા માટે સરકાર કોર્ટમાં જશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પુરીમાં અગાઉ રથયાત્રા નહીં યોજવા આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદની રથયાત્રા નહીં યોજવા આદેશ કર્યો હતો. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે રથયાત્રા માટે શરતી પરવાનગી આપવામાં આવી છે ત્યારે આ મામલે સરકાર પણ ગુજરાત હાઇકોર્ટમાં જશે અને રથયાત્રાની મંજૂરી માગશે. જે ગાઇડ લાઇન્સ આપવામાં આવશે તેનું પાલન કરીને રથયાત્રા નગરયાત્રા કરે તેવી હાઇકોર્ટેને અપીલ કરવામાં આવશે.મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાાવ્યું હતું કે, મુખ્યપ્રધાન સાથે બેઠક કરી છે. કોર્ટ રથયાત્રા માટે પરવાનગી આપશે તેવી આશા છે. કોર્ટ જે નિયમ સાથે કહેશે તે નિયમ સાથે રથયાત્રા યોજવામાં આવશે. રથયાત્રા તેના નિયત રુટ પર જ નીકળશે. રથયાત્રામાં સવારે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાગ લેશે અને મુખ્યપ્રધાન દ્વારા પારંપરિક રીતે પહિંદ વિધિ પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details