ઇશરત જહાં કેસમાં સરકાર આરોપીઓને છાવરી રહી હોવાની કોર્ટમાં દલીલ - AHD
અમદાવાદઃ વર્ષ 2004ના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી એન. કે. અમીન અને ડી. જી. વણઝારા દ્વારા કરાયેલી કેસ ડ્રોપ અરજી સામે ઇશરત જહાંની માતા શમીમા કૌશર દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે વકીલ વૃંદા ગ્રોવરે સ્પે. CBI કોર્ટમાં સોમવારે રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે, CRPCની કલમ 197 મુજબ કાનૂની કાર્યવાહી ચલાવવા માટેની પરવાનગી ન આપી રાજ્ય સરકાર આરોપીઓને છાવરી રહી છે. આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલે હાથ ધરવામાં આવશે.
સ્પોટ ફોટો
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ દ્વારા કેસ ડ્રોપની અરજી સામે ઈશરત જહાંની માતા શમીમા કૌશરની વાંધા અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વકીલ વૃંદા ગ્રોવરે રજૂઆત કરી હતી કે, CRPCની કલમ 197ને આરોપીઓ દ્વારા કરાયેલી કેસ ડ્રોપ અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે.