- ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાનું સોંગદનામુ
- રાજ્યમાં કાર્યરત PHC, CHC, ટેસ્ટિંગ, કાર્યરત લેબોરેટરીની અપાઈ માહિતી
- રાજ્યમાં કુલ 9163 સબ સેન્ટર્સને લઇ અપાઈ વિગત
અમદાવાદ: રાજ્ય સરકારે હાલ રાજ્યમાં કેટલા જિલ્લામાં કેટલા સબ સેન્ટર કાર્યરત છે તેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આ સેન્ટર્સમાં કયા વિભાગના સ્ટાફ હાલ એક્ટિવ છે તેની પણ માહિતી આપવામાં આવી છે. વધુમાં સોંગનધાનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં થઇ 31 માર્ચ 2020 સુધીમાં 9 હજાર 163 જેટલા સબ સેન્ટર કાર્યરત છે. આ સબ સેન્ટરમાં એક સહાયક નર્સ (ANM) / સ્ત્રી આરોગ્ય કામદાર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર કાર્યરત છે.
રાજ્યમાં 1 હજાર 477 PHC સેન્ટર કાર્યરત
રાજ્ય સરકારે રજુવાત કરી છે કે, પી.એચ.સી. નું સંકલન રોગનિવારક સેવા પૂરી પાડવા કરવામાં આવી છે. ગ્રામીણ વસ્તી માટે આરોગ્ય સંભાળ રાખવા માટે હાલ 1 હજાર 477 સેન્ટર છે. જ્યાં PHC 7 પેરામેડિકલ અને અન્ય સપોર્ટેડ મેડિકલ ઓફિસર દ્વારા સંચાલિત છે. PHC લગભગ 6 સબ સેન્ટર્સ માટે રેફરલ યુનિટ તરીકે કામ કરે છે અને અહીં દર્દીઓ માટે 4 -6 બેડની વ્યવસ્થા છે.
આ પણ વાંચો:રિયાલીટી ચેક: ભાવનગરમાં 13 PHC સેન્ટર પર 45 વર્ષથી વધુુ વયના લોકોને અપાઈ રહી છે વેક્સિન
રાજ્યમાં 345 CHC સેન્ટર કાર્યરત
CHC અંગે માહિતી આપતા રાજ્ય સરકારે જણાવ્યું છે કે, એક CHCનું સંચાલન ત્રણ તબીબી નિષ્ણાતો એટલે કે સર્જન, સ્ત્રીરોગચિકિત્સક અને બાળ ચિકિત્સક દ્વારા કરવામાં આવે છે. જેને 21 તબીબી, પેરામેડિકલ અને અન્ય સ્ટાફની પણ અહીં વ્યવસ્થા આપવામાં આવે છે. દરેક CHCમાં 30 ઓન-ડોર બેડ હોય છે જેમાં એક OT, એક્સ-રે, લેબર રૂમ અને લેબોરેટરી સુવિધા હોય છે. આવા કુલ 345 CHC રાજ્યમાં કાર્યરત છે. આ સેન્ટર્સમાં અન્ય સારવાર સાથે હાલની પરિસ્થિતિને જોતા
COVID-19ને કારણે શ્વસન સંબંધી સમસ્યાવાળા દર્દીની સારવાર માટેની સુવિધા, તાલીમ પામેલા એનેસ્થેટિસ્ટ્સ, ચિકિત્સકો સાથે, ઓક્સિજન, વેન્ટિલેટર અને અદ્યતન ICUની તમામ વ્યવસ્થા કે જે સબ સેન્ટર અથવા તો PHC સેન્ટર ઉપર નથી તે અહીં છે.