ફરિયાદીએ પોતાના ખાતામાંથી 2,10,000 તેમની જાણ બહાર ઉપડી લેવાતા તે અંગે ફરિયાદ કરી હતી. ઉપરાંત ઇન્કમટેક્ષ વિભગના નામનો મેસેજ આવ્યો હતો કે જેમાં રિફંડ મેળવવા માટેની લિંક હતી જેને સાચી સમજીને લિંક ખોલી પોતાની બેન્ક એકાઉન્ટની વિગતો આપી હતી. ત્યારબાદ તેમના ખાતામાંથી કોઈએ રૂપિયા ઉપાડી લીધા હતા. મેસેજ ક્યાંથી આવ્યો હતો, કોને કર્યો હતો, વેબસાઈટ કોણે બનાવેલી અને ક્યાંથી ચાલતી હતી જે અંગે સાયબર ક્રાઈમેં તપાસ શરૂ કરી હતી. આ અંગે ટેક્નિકલ એનાલિસિસ કરતા આરોપીઓ મુંબઈના હોવાનું જાણવા મળ્યું હતું.
‘ઈન્કમટેક્ષ રિફંડ’ ના નામે છેતરપિંડી કરતી નાઈજિરિયન ગેંગની ધરપકડ - Police
અમદાવાદઃ સાયબર ક્રાઈમ દ્વારા ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટના નામે ઇન્કમટેક્ષ રિફંડના બહાને મેસેજ દ્વારા લિંક મોકલી ભારતીય નાગરિકો સાથે ઠગાઈ કરતી નાઈજિરિયન ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ છેતરપિંડીમાં 4 ભારતીય નાગરિક જે એકાઉન્ટ પૂરું પાડતા હતા અને 3 નાઈજિરિયન નાગરિકો છેતરપિંડી કરતા હતા તેમને ઝડપી પાડ્યા છે.
સાયબર ક્રાઈમની ટિમ મુંબઈ પહોંચી હતી અને ઈદ્રીશ ઓડુંનાયો, ઇફાઈન ઓલીવર અને સીનેડું ક્રિસ્ટોફર નામના નાઈજિરિયન આરોપી તથા બેન્ક એકાઉન્ટ પૂરું પાડનારા ઈરફાન દેશમુખ, તાબીશ દેશમુખ, રાજેન્દ્ર ગાયકવાડ, નિજામુદ્દીન નામના ચાર અન્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ત્રણેય નાઈજિરિયન આરોપીઓ સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને મુંબઈમાં ભાડે મકાનમાં રહેતા હતા. આ આરોપીઓ ભારતના સ્થાનિક નાગરિકોને નાણાં આપવાની લાલચ આપી તેઓના અલગ અલગ બેંકોના એકાઉન્ટ ભાડે રાખી ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા.
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ ભારતના અલગ અલગ રાજ્યોના કુલ 4727 નાગરિકો સાથે છેતરપિંડી કરેલી છે જેમાંથી 56 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉપરાંત આરોપીઓએ 1,03,57,989 રૂપિયાની છેતરપિંડી કરેલી હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના 11 નાગરિકો સાથે કુલ,78,900 રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓના બેન્કના, મોબાઈલના તેમજ અન્ય ડેટાબેઝ હેક કરવામાં આવે છે. જેમાં આરોપીઓનું યુઝરનેમ, પાસવર્ડ,પ્રોફાઈલ, એકાઉન્ટ નંબર, ડેબિટ કાર્ડ નંબર, એક્સ્પાઇરી ડેટ, સીવીવી નંબર વગેરેની વિગતો હેક થયેલા ડેટાબેઝમાં મળી આવેલી છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમેં વધુ તપાસ હાથ ધરી છે.