ગુજરાત

gujarat

By

Published : Dec 28, 2020, 6:55 PM IST

ETV Bharat / city

અમદાવાદીઓ આ વર્ષે નહીં જોઇ શકે ફ્લાવર શો, એ.એમ.સી. દ્વારા કરવામાં આવ્યો નિર્ણય

લાખો પ્રકૃતિ પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે ફ્લાવર શો આ વર્ષ નહીં યોજાય. દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં ફ્લાવર શો યોજાય છે.

અમદાવાદીઓ આ વર્ષે નહીં જોઇ શકે ફ્લાવર શો, એ.એમ.સી. દ્વારા કરવામાં આવ્યો નિર્ણય
અમદાવાદીઓ આ વર્ષે નહીં જોઇ શકે ફ્લાવર શો, એ.એમ.સી. દ્વારા કરવામાં આવ્યો નિર્ણય

  • એ.એમ.સી. દ્વારા કરવામાં આવ્યો છે ફ્લાવર શો રદ
  • દર વર્ષે ડિસેમ્બરના અંતમાં કરવામાં આવે છે આયોજન
  • આ ફ્લાવર શો નિહાળવા પુરા ગુજરાતમાંથી લોકો આવે છે

અમદાવાદઃ લાખો પ્રકૃતિ પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે ફ્લાવર શો આ વર્ષ નહીં યોજાય. દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં ફ્લાવર શો યોજાય છે. આ ફ્લાવર શોની સંખ્યાબંધ લોકો મુલાકાત લેતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે.

અમદાવાદીઓ આ વર્ષે નહીં જોઇ શકે ફ્લાવર શો, એ.એમ.સી. દ્વારા કરવામાં આવ્યો નિર્ણય

અમદાવાદના રિવરફ્રન્ટ પર થાય છે ભવ્ય આયોજન

કોરોના મહામારીના કારણે અનેક કાર્યક્રમો રદ કર્યા છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં લઇને AMC ગાર્ડન વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનાર ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે. આ ફ્લાવર શોનો દૂર-દૂરથી લોકો મુલાકાત લેવા આવતા હોય છે. જો ફ્લાવર શો યોજવામાં આવે તો દૂર-દૂરથી લોકો અમદાવાદ આવે અને લોકોની ભીડ થવાને લઇ કોરોના સંક્રમણ વધી શકે છે. આ કારણથી ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી માસમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામા આવે છે

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ફ્લાવર શો અલગ અલગ થીમ પર યોજવામાં આવે છે. કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવતો કાર્નિવલ રદ કર્યો હતો. ત્યારે કાર્નિવલ બાદ જાન્યુઆરીમાં યોજાતો ફ્લાવર-શો પણ રદ કર્યો છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામા આવે છે. વિવિધ પ્રકારના ફુલ છોડનું પ્રદર્શન યોજવામાં આવે છે. જેને જોવા લાખોની સંખ્યામા લોકો આવતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details