- શહેરમાં સૌથી પહેલુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ
- 45 કરતા મોટી ઉંમરના લોકોને જ આપવામાં આવી રહી છે વેક્સિન
- AMC અને આશિર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કરાયુ આયોજન
અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાને લઇને સરકાર દ્વારા વેક્સિનેશન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેર સામે પહોંચી વળવા માટે વેક્સિન જ ઇલાજ હોવાથી સરકાર દ્વારા પણ વધુમાં વધુ લોકોને વેક્સિન મળી રહે તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી પહેલી ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદમાં સૌથી પહેલુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ આ પણ વાંચોઃડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓઓને વેક્સિન અપાઈ
લોકો પોતાની કારમાં બેસીને જ વેક્સિન મૂકાવી શકે છે
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશિર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં લોકો પોતાની કારમાં બેસીને જ વેક્સિન મૂકાવી શકે છે તેમજ પાર્કિગમાં રહીને જ અડધા કલાક સુધી આરામ કરવાનો રહે છે.
લોકો પોતાની કાર, રિક્ષા અને બાઇકમાં આવીને વેક્સિન મૂકાવી શકે છે
ડ્રાઇવ થ્રુ વેક્સિનના પહેલા દિવસે જ 45 કરતા મોટી ઉંમરના લોકોને જ વેક્સિન આપવામાં આવી રહી છે. લોકો સવારના 9 ક્લાકથી બપોરના 1 ક્લાક સુધી અને બપોરે 3 ક્લાકથી સાંજે 7 ક્લાક સુધી શરૂ રહેશે. વેક્સિન લેવા માટે શરૂઆતના પહેલા દિવસે જ મોટી સંખ્યામાં લોકોની લાઇન લાગી હતી. લોકો પોતાની કાર, રિક્ષા અને બાઇકમાં આવીને વેક્સિન મૂકાવી શકે છે.
અમદાવાદમાં સૌથી પહેલુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ આ પણ વાંચોઃરસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન
વેક્સિન લીધા પછી અડધા ક્લાક સુધી આરામ કરવા માટે પાર્કિગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
વેક્સિનેશન ડ્રાઇવ થ્રુમાં સૌથી પહેલા આયોજકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, ત્યારબાદ વેક્સિન આપવામાં આવે છે અને સંસ્થા દ્વારા જો વેક્સિન લેનારને તાવ આવે તો પેરાસિટામોલ પણ આપવામાં આવે છે. વેક્સિન લેનાર વ્યક્તિને અડધા કલાક સુધી આરામ કરવા માટે પાર્કિગમાં વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.