- જન્મતાની સાથે MIS-Cનો બાળક શિકાર બન્યો
- બાળકને ફેફસા મગજ કિડની અને હૃદય ઉપર રોગની અસર છતાં મળ્યું નવું જીવન
- સેમી કોમાં અવસ્થામાં પહોંચેલા બાળકની 9 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો
અમદાવાદ: રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત અમદાવાદમાં સાર્થક થઈ છે અને માત્ર 9 દિવસના બાળકને MIS-Cમાં જીત મેળવી છે. કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ છે. કોરોનાગ્રસ્ત બાળકો પર MIS-C એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગે ભરડો લીધો છે.
જન્મના 12 કલાક બાદ MIS-Cનો થયો શિકાર
MIS-C રોગથી બાળકોનો જીવ પણ જઈ શકે છે. હાલમાં અમદાવાદમાં ગુજરાતના સૌથી નાના બાળકએ MIS-C નામની બીમારીને મ્હાત આપી છે. અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને જન્મના 12 કલાકમાં જ MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બાળકની સઘન સારવાર કરવામાં આવતા બાળકે બીમારીને મ્હાત આપી છે. 12 કલાકના બાળકને MIS-Cની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે . નોંધનીય છે કે, બાળકની માતા પ્રેગનેન્સીમાં 8માં મહિને કોરોના સંક્રમિત થઇ હતી. આ બાળકનો જન્મ થયો હતો. જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બીમારી થઇ હતી.
આ પણ વાંચો : બ્લેક ફંગસ ફક્ત ભારતમાં જ કેમ ફેલાઈ રહી છે? નિષ્ણાતોનું શું કહેવું છે જાણો