અગાઉના મોટેરા સ્ટેડિયમને તોડીને તેને ફરીથી ઉભું કરવામાં આવ્યું છે, જેમાં 1,10,000 જેટલા પ્રેક્ષકો બેસી શકશે. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હશે. છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટેડિયમમાં કામ ચાલુ હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું. જે ટૂંક જ સમયમાં પૂર્ણ થતાં સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમનું કામ અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં કરવામાં આવશે ઉદ્ધાટન - મોટેરા સ્ટેડિયમના તાજા સમાચાર
અમદાવાદ: શહેરમાં આવેલ ક્રિકેટનું મોટેરા સ્ટેડિયમ છેલ્લા કેટલાય સમયથી તૈયાર થઈ રહ્યું છે. જેનું કામ હવે અંતિમ તબક્કાનું બાકી રહ્યું છે અને ટૂંક જ સમયમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્ટેડિયમના ઉદ્ઘાટન સાથે BCCI દ્વારા એશિયા-11 મેચ રમાડાય તેવી શકયતા છે.
મોટેરા સ્ટેડિયમનું કામ અંતિમ તબક્કામાં
સ્ટેડિયમમાં ગાર્ડન અને ગ્રીનરી માટેનું અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. જે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને તે બાદ સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે. અંદાજીત માર્ચ-2020માં સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે જે અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.