- વિપક્ષ નેતાનો મેયર પર આરોપ
- વિવાદિત મેયર રહ્યા હોવાનું વિપક્ષ નેતાનું નિવેદન
- આપેલા વાયદા પ્રમાણે કામ કરવામાં મેયર રહ્યા અસમર્થ
- મુદ્દા સાંભળ્યા વગર મેયરે સભાઓ કરી બરખાસ્ત
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની શનિવારે અંતિમ સામાન્ય સભા મળી હતી. ત્યારે બોર્ડ પૂર્ણ થતાં જ વિપક્ષના નેતા કમળા ચાવડાએ શાસક પક્ષ ઉપર આક્ષેપો કર્યા છે. તેમના આક્ષેપો મુજબ કેમેરા દ્વારા આપવામાં આવેલા વાયદાઓ અને વચનો પૂર્ણ કરવામાં અસમર્થ રહ્યા છે.
મહત્વનું છે કે રવિવારે તમામ કોર્પોરેટરોના પાંચ વર્ષ સંપૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે શનિવારે અંતિમ બોર્ડ મળ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના લગતા કોઈપણ પ્રકારના કાર્યો ચર્ચા વગર જ પાસ કરી દેવામાં આવ્યા હોવાનું પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે.
ચર્ચા કર્યા વગર જ બોર્ડ બરખાસ્ત કરવાનો આરોપ
સામાન્ય સભા દરમિયાન તમામ પક્ષના લોકોને બોલવા માટેની તક આપવામાં આવતી હોય છે, ત્યારે એક પણ બોર્ડ મિટિંગમાં વિપક્ષને બોલવા માટેની તક આપવામાં ન આવ્યો હોવાનો પણ કમળા ચાવડાએ આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ પાંચ વર્ષ દરમિયાન 689 કરોડના કામો બાકી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 94 પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. જેમાં શાસક પક્ષ દ્વારા કોઈપણ પ્રકારની પૂરતી કામગીરીઓ કરવામાં નથી આવી.
689 કરોડના કામોની વિગતવાર માહિતી