- ધંધુકામાં 7 વર્ષ પહેલા બનેલો ફિલ્ટર પ્લાન્ટ આજે પણ બંધ મૃતપાય હાલતમાં
- 1 વર્ષ પહેલા પાણી-પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા ફિલ્ટર પ્લાન્ટના પ્રશ્ને ધંધુકા આવ્યા હતા
- ધંધુકા પાલિકા તંત્ર સાથે બેઠક યોજી ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા કરવામાં આવ્યો હતો આદેશ
- ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવાના આદેશ બાદ એક વર્ષ પૂર્ણ છતા 'જૈસે થે'ની સ્થિતિ યથાવત્
- ધંધુકાના લોકોને ફિલ્ટર પ્લાન્ટમાંથી શુદ્ધ પીવાના પાણી મળવાની આશા ઠગારી નીવડી
ધંધુકાઃ નગરપાલિકા તંત્ર દ્વારા અહીં 7 વર્ષ પહેલા ફિલ્ટર પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યો હતો. લોકોને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી આ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન થયો તે ના જ થયો. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા એક વર્ષ પહેલા ડિસેમ્બરમાં ફિલ્ટર પ્લાન્ટના પ્રશ્ને ધંધુકા આવ્યા હતા ત્યારે તેમણે પાલિકા તંત્ર સાથે બેઠક કરી હતી. અને ફિલ્ટર પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવા આદેશ આપ્યા હતા, પરંતુ નગરપાલિકા તેમના પણ આદેશને ઘોળીને પી ગયું અને પ્લાન્ટ શરૂ ન જ કર્યો.