- પિતાનો પુત્રી અને પત્નિ પર અત્યાચાર
- પત્નિને માર મારતો જ્યારે પુત્રી પર નજર બગાડતો
- સોલા પોલીસે હેવાનની કરી ધરપકડ
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી આ ફરિયાદી યુવતીના લગ્ન વર્ષ 2004માં પકડાયેલા આરોપી સાથે થયા હતા. લગ્નના પહેલા મહિનાથી લઈ પત્નીને માર મારી પિયરમાંથી લાખો રૂપિયા દહેજ પેટે આરોપીએ લીધા હતા. લગ્નના 17 વર્ષ સુધી ત્રાસ સહન કરનાર પત્નીને હેવાન પતિની ખરાબ નજર પુત્રી પર હોવાનો અંદાજ આવતાં સોલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પ્રોહીબિશનના ગુનામાં પણ પકડ્યો કેમ કે, તે દારૂ પીધેલી હાલતમાં દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી અમદાવાદની ખાનગી બેન્કમાં મેનેજર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી નોકરી કરે છે.
અમદાવાદમાં પત્નીને માર મારી પુત્રી પર નજર બગાડનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો - પત્નીને થૂંકેલું પણ ચાટવા મજબૂર કરતો હતો
આરોપી પતિ પત્નીને માર મારી ઘરમાં થૂંકે અને પત્ની પાસે થૂંક ચટાવતો હતો. હેવાન બનેલા પતિએ પોતાની સગીર પુત્રી પર પણ નજર બગાડી હતી. બાથરૂમમાં સ્નાન કરતો તો ક્યારેક સગીર પુત્રીને અંદર બોલાવતો હતો. નગ્ન થઈ પુત્રીને પોતાની પીઠ અને છાતી પર સાબુ લગાવવા મજબૂર કરતો હતો. આ બાબતે ઈન્કાર કરનાર પુત્રીને હેવાન પિતા માર મારતો હોવાનો આક્ષેપ પણ ફરિયાદ કરવામાં આવ્યો છે.
ગત રવિવારે સાંજે પત્ની નોકરી પરથી ઘરે આવી ત્યારે દારૂ પી રહેલા આરોપી પતિએ પત્નીને પોતાની પાસે બેસાડી હતી. તે પછી બેડરૂમ તરફ જતા પત્ની તેની પાછળ ગઈ હતી. નશામાં ધૂત થઈ બેફામ અપશબ્દો બોલતો હોવાથી માતા- પુત્રીએ ઘરની બહાર નીકળી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. ત્યારે સોલા પોલીસે નશામાં ધૂત આરોપીની ધરપકડ કરી હતી.