ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahemdabad rape case: પુત્રવધુ પર સસરાએ આચર્યુ દુષ્કર્મ, સસરાની કરાઇ ધરપકડ - ahemdabad danilimda

અમદાવાદ(Ahemdabad)ના દાણીલીમડામાં પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોતાના જ પૌત્રને મારી નાખવાની ધમકી આપીને મહિલાની એકલતાનો લાભ લઈ અવારનવાર સસરાએ દુષ્કર્મ આચરતા અંતે મહિલાએ પોલીસની મદદ લીધી છે. ત્યારે પોલીસે (police) સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

પુત્રવધુ પર સસરાએ આચર્યુ દુષ્કર્મ
પુત્રવધુ પર સસરાએ આચર્યુ દુષ્કર્મ

By

Published : Jul 1, 2021, 8:09 AM IST

  • દાણીલીમડામાં પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ કર્યુ
  • એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરતો
  • એક વર્ષના દીકરાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો

અમદાવાદઃ દાણીલીમડા(danilimda) વિસ્તારમાં સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ કર્યું હતું. અવાર-નવાર સસરાએ દુષ્કર્મ કરતા મહિલાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે (police)સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Mehsana Rape case: પરિણીત સ્ત્રી સાથે રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ, હિંમતનગરથી કરી ધરપકડ કરી

છેલ્લા બે મહિનાથી સસરા પુત્રવધુનું શોષણ કરતા હતા

જ્યારે મહિલાનો પતિ મજૂરી કરવા ઘરેથી નીકળે, ત્યારે તેના સસરા તેની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરતા હતા અને તેના એક વર્ષના દીકરાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતા હતા. છેલ્લા બે મહિનાથી સસરા પુત્રવધુનું શોષણ કરતા હતા.

પુત્રવધુ પર સસરાએ આચર્યુ દુષ્કર્મ

પરિણિતાનો પતિ અને સાસુ-સસરા મજૂરી કરે છે

પરિણીતાએ પતિને સસરાની કરતૂત જણાવી પણ પતિએ વિશ્વાસ નહિ કરતા તેને કોઈ મદદ મળી ન હતી. યુવતીના લગ્ન 3 વર્ષ પહેલાં દાણીલીમડામાં થયા હતા અને તેમને એક વર્ષનો દિકરો છે. જ્યારે તેનો પતિ અને સાસુ-સસરા મજૂરી કરે છે. જ્યારે તેની 2 નણંદના લગ્ન થઈ ગયા છે અને પરણિતા ઘરે એકલી હોય છે.

આ પણ વાંચોઃ ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો

પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરાઇ

માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન પરિણીતાને એકલી જોઈને સસરાની નિયત બગડી અને તેને પુત્રવધુ સાથે દુષ્કર્મ આચરી ધમકી આપી હતી. આ સિલસિલો સતત થતો રહ્યો. જ્યારે અંતે સાસુ કે પતિએ વિશ્વાસ નહીં કરતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details