- નેફ્રોટિક સિન્ડ્રોમ નામની બિમારીએ યશના જીવનમાં પગપેસારો કર્યો
- અમદાવાદ સિવિલમાં પ્લાઝમાફેરેસિસ સારવાર દ્વારા યશને યશસ્વી જીવન મળ્યું
- સ્કુલ હેલ્થ યોજના અંતર્ગત 25 લાખના માતબર ખર્ચની સારવાર નિ:શુલ્ક ઉપલ્બધ
અમદાવાદઃ એક 13 વર્ષના બાળક યશની કિડની ખરાબ થઈ હતી. 2018માં યશની કિડની ફેલ થવાની તેના પરિવારજનોને જાણ થઈ, જે સાંભળી પરિવારજનોના પગ તળે જમીન ખસી ગઈ હતી. બાળકની વેદના વળી પિતા કેમ જોઈ શકે? ગમે તે ભોગે પોતાના 13 વર્ષીય બાળક યશને બચાવવા તેના પિતા અથાગ મહેનત કરી રહ્યાં હતા. તેઓએ કિડની હોસ્પિટલના તબીબોને પોતાની કિડની બાળકમાં પ્રત્યારોપણ કરવા માટેનો પણ પ્રસ્તાવ મૂક્યો. સદભાગ્યે યશના પિતાનું કેડેવર યશથી મળી આવ્યું અને 2019માં પોતાના પિતા દ્વારા દાન કરાયેલી કિડનીના પ્રત્યારોપણ થકી યશને નવજીવન મળ્યું છે.
આ પણ વાંચોઃ કળિયુગમાં જોવા મળી રામ-લક્ષ્મણની જોડી, રાજકોટમાં મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી
પ્રત્યારોપણ પછી યશ નવી બિમારીનો શિકાર થયો
દુર્ભાગ્યનું પૈડું અહીંયા થંભે એવું તો ક્યાં હતું. યશના પિતા દ્વારા દાન કરાયેલી કિડની વળે કરવામાં આવેલા પ્રત્યારોપણ બાદ એક જ દિવસમાં યશ “નેફ્રોટિક સિન્ડ્રોમ” નામની બિમારીથી પીડાતો થયો. જે સમગ્ર વિશ્વમાં જૂજ પ્રમાણમાં જોવા મળતી બિમારી છે. આ બિમારીનું નિદાન થતા “પ્લાઝમાફેરેસિસ” જ એક માત્ર વિકલ્પ હતો, જે એક ખર્ચાળ થેરાપી છે. જેમાં લોહીને પાછુ ખેચીંને પ્લાઝમાં અને કોષોને છૂટા પાડવામાં આવે છે અને આ કોષોને રક્તપ્રવાહમાં ફરીથી સ્થાનાંતરિત કરીને લોહીમાંથી પ્લાઝમાં દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને ઓટોઇમ્યુન સ્થિતિમાં પહોંચેલા માનવશરીરમાંથી એંટીબોડીને હટાવવા માટે કરવામાં આવે છે, જે કારણોસર તે અત્યંત ખર્ચાળ બની રહે છે.
આ પણ વાંચોઃ સુરતમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન કરી નવું જીવન આપ્યું