- મહાશિવરાત્રી પર્વે અમદાવાદનું પ્રસિદ્ધ કોટેશ્વર મંદિર બંધ
- કોટેશ્વર મહાદેવ મંદિર બંધ, ભક્તો દર્શનથી રહ્યા વંચિત
- કોરોનાના કારણે અમદાવાદનું પ્રસિદ્ધ કોટેશ્વર મંદિર બંધ રાખવામાં આવ્યું
અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત કોરોના વાઇરસે માથું ઉચક્યું છે, ત્યારે આજે મહાશિવરાત્રિના પાવન પર્વે મોટા ભાગના મંદિરોમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સેનેટાઈઝર દ્વારા હાથ સાફ કરીને અને મોઢે માસ્ક પહેરીને દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવી રહી છે. જો કે, શિવરાત્રીએ મોટા ભાગના મંદિરોમાં ગર્ભગૃહની અંદર દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો ન હોતો.
કોરોનાને કારણે કોટેશ્વર મહાદેવ મંદિર બંધ
આજે શિવરાત્રીએ મોટા ભાગના મંદિરોમાં ગર્ભગૃહની અંદર દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો ન હોતો. અમદાવાદમાં મોટેરામાં સુપ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તે બંધ રહ્યું હતું અને હજારો દર્શનાર્થીઓ મંદિરે આવીને દુઃખ સાથે પરત ફર્યા હતા. મંદિર સાથે સંલગ્ન લોકોએ જણાવ્યું હતું કે, મંદિર કોરોન વાઇરસને લઈને લોકડાઉન આપવામાં આવ્યુ, ત્યારથી જ બંધ છે. દર વર્ષે અહિ 01 થી 1.25 લાખ લોકો મહાશિવરાત્રીના દિવસે દર્શન અર્થે આવે છે, ત્યારે આટલા બધા લોકોનું મેનેજમેન્ટ સંભાળવું અને કોરોના SOPનું પાલન કરવું તે ખૂબ જ મુશ્કેલ છે. આથી કોરોના ફેલાવવાના ભયને લીધે આ મંદિર બંધ રાખવામાં આવ્યું છે.
મંદિરમાં કોરોના ફેલાય, સ્ટેડિયમમાં નહીં ?
ઉલ્લેખનીય છે કે, મોટેરા ખાતે આવેલા 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ યોજાઇ રહી છે. જેમાં હજારો દર્શકો આવી રહ્યા છે, ત્યારે સત્તાધીશોને ત્યાં કોઈ વાંધો દેખાતો નથી.