ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રના આગામી બજેટને લઇ પેટ્રોલ-ડીઝલના ભાવ પર અમદાવાદનાં લોકોની આશા-અપેક્ષા - ગુજરાતી ન્યૂઝ

નાણાપ્રધાન નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીનાં રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. કોરોનાકાળ પછીનું બજેટ હોવાથી સૌ કોઈની મીટ મંડાયેલી છે કે, દેશનાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે ક્યા પગલા લેવાશે.

બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અમદાવાદનાં લોકોની આશા-અપેક્ષા
બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અમદાવાદનાં લોકોની આશા-અપેક્ષા

By

Published : Jan 31, 2021, 9:09 AM IST

  • બીજા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા છે તો ભારતમાં કેમ વધારે?
  • પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સ ઘટાડવા જનતાની માંગ
  • સરકાર 2021ના બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવી અપેક્ષા


અમદાવાદ: 2021ના બજેટમાં સામાન્ય જનતાની માંગ છે કે, કોરોના કાળને લઈને લોકોની આર્થિક સ્થિતિ નબળી થતાં આ વર્ષનાં બજેટમાં સરકાર લોકોને રાહત આપે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ઓછા છે, તો ભારતમાં કેમ ભાવ વધારે છે? ત્યારે લોકોની માંગ છે કે સરકાર જીવન જરૂરી ચીજવાસ્તુઓમાં ટેક્સ ઘટાડે અને લોકોને રાહત આપે.

બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અમદાવાદનાં લોકોની આશા-અપેક્ષા
વિવિધ ટેક્સમાં પણ રાહત મળવી જોઈએ

સામાન્ય જનતાને જીવન જરૂરી વસ્તુઓ પર સરકાર ટેક્સ ઘટાડે તેવી આશા છે. જેમાં પણ ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળે છે. એટલે કે તેના ભાવો સતત વધી રહ્યા છે. જેને લઈને લોકોને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે. તેમાં લોકોને રાહત આપવામાં આવશે તેવી લોકોને આશા છે.

ABOUT THE AUTHOR

...view details