અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે હાઈકોર્ટના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ અને સિનિયર કાઉન્સેલ આઈ.એચ. સૈયદની (Gujarat HC former ASG IH Saiyed) આગોતરા જામીન અરજી મંજુર (IH Saiyed Anticipatory bail Accepted) કરી છે. ત્યારે આ કેસમાં આરોપી વતી જે કેસ લડવા માટે અરજી કરનાર વકીલને પોલીસે CRPCની કલમ 41 (એ) હેઠળ હાજર થવા માટે સમન્સ નોટિસ પાઠવી છે. જોકે, તેને લઈને અને પોલીસના આ વલણ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
વકીલે આરોપીને મદદ કરી હોવાનો આક્ષેપ - આ કેસ મામલે પોલીસનો આક્ષેપ છે કે, આરોપી વતી વકીલાતનામું ફાઈલ કરનારા વકીલે આરોપીને મદદ કરી છે અને તેને આશરો આપ્યો છે, જે બિલકુલ અયોગ્ય છે. આથી ભૂતપૂર્વ ASGના આસિસ્ટન્ટને પોલીસે CRPCની કલમ - 41 (એ) મુજબ હાજર થવા સમન્સ નોટિસ પાઠવવામાં (Notice to Assistant of former ASG IH Saiyed) આવી છે. આ સમગ્ર મામલે અરજદારના વકીલની ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ કેટલાક સિનિયર કાઉન્સેલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસમાં આરોપી વતી કોર્ટમાં અરજી કરનારા વકીલને પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે સમન્સ અને નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો-સરકારી વકીલનું અપમાન એ સરકારનું અપમાન: રાજેન્દ્ર ત્રિવેદી
પોલીસ આવું કઈ રીતે કરી શકે - કોઈ વકીલ આરોપી વતી કોર્ટમાં અરજી કરે અને વકીલાતનામું ફાઈલ કરે. તો તેને પોલીસ કઈ રીતે સમન્સ કે નોટિસ પાઠવી શકે છે? જો આવું જ હોય તો ભવિષ્યમાં એવું પણ થાય કે, વકીલ બાદ કોર્ટમાં રજૂઆત કરનારા સિનિયર કાઉન્સેલિંગને પણ પોલીસ સમન્સ કે નોટિસ પાઠવી (Notice to Assistant of former ASG IH Saiyed) શકે છે, જે બિલકુલ અયોગ્ય છે. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે, આરોપી વતી કોર્ટમાં કેસ ફાઈલ કરનાર વકીલ સાથે પોલીસે કેમ આવું કર્યું. આ અંગે સરકાર જવાબ આપે. આ બાબત ખૂબ જ ગંભીર છે અને આવું ન થવું જોઈએ. દરેક લોકોને ન્યાયની દ્રષ્ટિએ ન્યાય મળવો એ અધિકાર છે.
આ પણ વાંચો-Rafiq Meman remand denied : IAS કે રાજેશના વચેટિયા રફીક મેમણને કોર્ટે રીમાન્ડ પર કેમ ન સોંપ્યો તે જાણો
સિંગલ જજે અરજીને બીફોરમી કરી - આ સમગ્ર મામલે સરકારે પોતાની રજૂઆત કરતાં કહ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે તેમને કોઈ માહિતી નથી. આ અંગે તપાસ કરીને જલ્દીથી જ વિગતવાર માહિતી મેળવીને કોર્ટને જાણ કરીશું. જોકે, આ સમગ્ર મામલે સિંગલ જજે આ અરજીને બીફોરમી કરી છે, જેથી આ કેસને યોગ્ય કોર્ટ સમક્ષ ફાળવવામાં આવે અને આ કેસની જલ્દીથી સુનાવણી થઈ શકે.
જાણો, કેસની વિગત-આ કેસની વિગતો જોઈએ તો, ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ASG સામે અમદાવાદના વેપારીએ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મુદ્દે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. તેમાં અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા એસ.જી. હાઈવે પર સ્કોડા શૉ રૂમમાં કરોડો રૂપિયાના વિવાદના મુદ્દે ગેરકાયદેસર રીતે વેપારીને ગોંધી રાખવાના માર મારવાના અને ખંડણી માગવાના મુદ્દે વેપારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને લઈને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ સિનિયર કાઉન્સેલ આઈ. એચ. સૈયદની (Gujarat HC former ASG IH Saiyed) સમગ્ર મુદ્દે આ કેસ અંગે આરોપી વતી કેસ ફાઈલ કરવામાં આવતા તેમને પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેને લઇને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.