અમદાવાદ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમનું (Rakshabandhan Festival 2022) આયોજન કરવામાં આવ્યું હતું. જે યુવતી કે મહિલાને પોતાનો ભાઈ ન હોય તેમને પોલીસે પોતાના કાર્યક્રમમાં આમંત્રિત કરી ભાઈ તરીકે રાખડી બંધાવી અને તહેવારની ઉજવણી (Police Program in Gujarat) કરી હતી. વટવા પોલીસનો આ ઉમદા કાર્યક્રમ જનતા વચ્ચેની નીકળતા અને વિશ્વાસ વધારવા માટે કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક (Police Program Rakshabandhan) મહિલાઓ અને કિશોરીઓએ વટવા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને રક્ષાબંધનના પવિત્ર પર્વ પર રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી.
પોલીસકર્મીઓ આ રીતે બહેનોના ચહેરા પર લાવ્યા સ્મિત - Police on Rakshabandhan
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ રક્ષાબંધનની Rakshabandhan Festival 2022 ઉજવણી કરી હતી. જે બહેનોને ભાઈ ન હોય તેમને પોલીસે પોતાના કાર્યક્રમમાં આમંત્રિત કરી ભાઈ તરીકે રાખડી બંધાવી હતી. આ અવસરે પોલીસે પોતાના વિસ્તારની Police Program in Gujarat બહેનોની ઉદાસીનતા દૂર કરીને શું વચન આપ્યું આવો જાણીએ.
પોલીસનો મેસેજ વટવા પોલીસ દ્વારા યોજવામાં આવેલા રક્ષાબંધનના આ કાર્યક્રમને પગલે ભાઈ વિના વિલાયેલા મોઢે બેઠેલી અનેક બહેનોના મુખ પર રાખડી બાંધીને ખુશી છવાઈ ગઈ હતી. સાથે જ રક્ષાબંધનને દિવસે તમામ પોલીસ ભાઈઓએ રાખડી બાંધનાર બહેનોને રક્ષાનું વચન આપ્યું હતું. વટવા પોલીસ સ્ટેશન દ્વારા (Police program on Raksha Bandhan festival) આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારની અંદાજે 250 થી 300 જેટલી બહેનો આ કાર્યક્રમમાં હાજર રહી હતી. પોલીસે રક્ષાબંધનના પર્વની સાથે સાથે અલગ અલગ કોમના લોકો વચ્ચે કોમી એક ગ્લાસનો મેસેજ જાય અને બધા એકબીજા સાથે હળીમળીને રહે તેઓ પણ એક ઉમદા મેસેજ પાઠવ્યો હતો.
આ પણ વાંચોકોંગી MLAના જમાઈએ ગમખ્વાર અકસ્માત કરતાં ઘટનાસ્થળે 6ના મોત
પોલીસનું વચન રક્ષાબંધનના પર્વ પર સ્થાનિક યુવતીઓ અને મહિલાઓ પાસે રાખડી બંધાવીને પોલીસે ન માત્ર તેમને (Rakshabandhan 2022) સુરક્ષાનું વચન આપ્યું હતું. પરંતુ સાથે સાથે સુતરના આ તાંતણાથી જનતા અને પોલીસ વચ્ચે એક સંબંધ પણ પ્રસ્થાપિત થયો હતો. જેની ખુશી દરેક બહેનોના મુખ પર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર કેટલીક ભાઈ વિનાની બહેન હોય છે ત્યારે આ પર્વ પર તે (Police on Rakshabandhan)બહેનના હૃદયમાં દુઃખની લાગણી પ્રસરી હોય છે. તેને લઈને પોલીસ દ્વારા ઉત્તમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.