- રાજ્યના DGPએ કોરોના સંક્રમણ બાબતે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો
- ભીડભાડ વાળી જગ્યાએ વિશેષ પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ દ્વારા કરાવાશે પાલન
- રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ બાદ એક્શન પ્લાન
અમદાવાદ: રાજ્ય પોલીસ મહાનિર્દેશકે તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂપિયા 1 હજારના દંડની પણ વસૂલાત કરવામાં આવે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં વિશેષ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે ભીડભાડ વળી જગ્યાએ પેટ્રોલિંગ અને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
આ પણ વાંચો :રાજકોટમાં કોરોના કેસમાં 24 કલાક દરમિયાન 13 લોકોના મોત