- દાંડીયાત્રા શરૂ થતાં જ પોલીસે અટકાવવાનો કર્યો પ્રયાસ
- કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રાનું સુરસુરીયું
- પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ
કોંગ્રેસ દ્વાર આયોજિત દાંડીયાત્રાની શરૂઆત પેહલા જ અટકાયત કરાઇ
અમદાવાદઃ એક તરફ નરેન્દ્ર મોદી દાંડીયાત્રાના ફ્લેગ ઓફ કરી હતી તો બીજી તરફ કોંગી નેતાઓ અને કાર્યકરોને પોલીસે અટકાવવાની શરૂઆત કરી હતી પરંતુ પોલીસે અટકાવી શકી ન હતી. તે દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે કોંગ્રેસના કાર્યકરો એલિસ બ્રિજ પહોંચ્યા હતા, ત્યારે 50 કાર્યકરો અને નેતાઓની અટકાયત કરાઇ હતી.
કોંગ્રેસ દ્વાર આયોજિત દાંડીયાત્રાની શરૂઆત પેહલા જ અટકાયત કરાઇ પોલીસ દ્વારા કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી
જ્યારે આ મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા અને અમિત ચાવડાએ જણાવ્યું કે, સરકાર અત્યાચાર કરી રહી છે. દરેક માણસને વિરોધ કરવાનો હક છે, ત્યારે પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. આ સરકારે ખેડૂત વિરોધી કાયદાઓ લાવીને ખેડૂતોના હક છીનવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તમામ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા આ મામલે અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો હતો. જ્યારે કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ લાગી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસ દ્વાર આયોજિત દાંડીયાત્રાની શરૂઆત પહેલા જ 50 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.