ગુજરાત

gujarat

ETV Bharat / city

રીઢા ઘરફોડ ચોર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી, 17 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદમાં દિવસેને દિવસે ચોરીના ગુના વધી રહ્યા છે, ત્યારે આવી ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. જેમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપીને 17 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જ્યારે આરોપીઓ પાસેથી 69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રીઢા ઘરફોડ ચોર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી
રીઢા ઘરફોડ ચોર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

By

Published : Sep 5, 2021, 9:45 PM IST

  • ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપીને 17 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો
  • આરોપીઓ પાસેથી 69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • બંધ મકાનની રેકી કરી ચોરી કરતા હતા

અમદાવાદ: તાજેતરમાં જ વાડજ ઉસમાનપુરામાં આવેલી પંચશીલ સોસાયટીમાં 70 લાખની ચોરી થઇ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિરૃદ્ધ આગાઉ પણ પાસા થયેલા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે ચોરી કરતી ટોળકી રાત્રીના સમયે જ ગુનાને અંજામ આપતી હતી.

સી.બી.ટંડેલ પીઆઇ ક્રાઇમ બ્રાન્ચ

આરોપીઓ પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતા

પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપી કિરણ ઉર્ફે હોઠાળો, વિજય દંતાણી અને જયેશ દાતનીયા ઉર્ફે બડીયો છે, ત્યારે આરોપીઓની મોડસ ઓપરેડનસીની વાત કરીએ તો આરોપી દિવસ દરમિયાન રેકી કરીને બંધ મકાન જણાય ત્યાં ચોરી કરતા હતા અને આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશતા હતા. ત્યારે આરોપી બંધ મકાનમાં જ ચોરી કરતા હતા. આરોપીઓ પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતા, ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details