- બાવળા સાણંદ હાઈવે પર ભયાનક અકસ્માત
- પુરપાટ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી
- બાઈક પાછળ બેસનાર બાળક ટાયર નીતે છૂંદાઈ ગયો
અમદાવાદ : બાવળા સાણંદ હાઈવે પર એક હચમચાવી દે તેવો અકસ્માત થયો હતો. જેમાં ડમ્પરે બાઈકને ટક્કર માર્યા બાદ બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. બાવળા પાસેના ડરણ રોડ પર પહેલા ગણેશ બરડિયા નામનો શખ્સ પાડોશીનું બાઇક લઈને બપોરના 3 વાગ્યે કોઈ કામસર બજાર જઈ રહ્યો હતો, આ દરમિયાન તે તેના કુટંબી કાકાના દીકરા અમિત (ઉંમર વર્ષ 15)ને બાઈક પાછળ બેસાડીને લઈ ગયો હતો. હાઈવે જતા બેફાઈમ થયેલું નંબરપ્લેટ વગરનું ડમ્પર પાછળથી આવી ચડ્યું હતું.
આ પણ વાંચો:છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત
અકસ્માતનો અરેરાટી ભર્યો વીડિયો
ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલક અને પાછળ બેઠેલા બન્ને ફંગોળાઈ ગયા હતા. પાછળ બેસનાર અમિત હાઈવે રોડ પર પડ્યો અને તેના કમરથી નીચેના ભાગ પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. આથી, આ બાળકના બન્ને પગ છૂંદાઈ ગયા હતા, અને પુષ્કળ લોહી વહી ગયું હતું. આ અકસ્માતનો અરેરાટી ભર્યો વીડિયો સામે આવ્યો છે. આ બાળક કસણતો હોય તેવો તેનો અવાજ આવતો હતો.