અમદાવાદઃ 6 ઓકટોબર 2020ના રોજ જિલ્લાના વટામણ ગામમાં ગાયની સાથે ફરતી એક વાછરડીનો અકસ્માત થયો હતો. જેથી આ વાછરડીનો એક પગ તૂટી ગયો હતો અને બીજો એક પગ માઇનર ફ્રેક્ચર થયો હતો. જેથી 1962 પર ઇમર્જન્સી કોલ આવ્યો હતો. કોલ મળતાની સાથે 1962ની ટીમે સ્થળ પર પહોંચી હતી અને વાછરડીને સંપૂર્ણ સારવાર આપી હતી. તબીબી ટીમે તૂટેલા પગને કાપીને દૂર કરી તેનું ડ્રેસિંગ કર્યું હતું અને ફ્રેક્ચરવાળા પગને પ્લાસ્ટર કર્યું હતું. આ સાથે જ ઇન્જેકશન અને બોટલ ચડાવી હતી.
આશ્ચર્ય જનક વાત એ છે કે, ત્યાર પછી 2 દિવસ બાદ 8 ઓકટોબર, 2020ના રોજ 1962ની ટીમ તે સ્થળેથી નીકળી, ત્યારે તે ગાય 1962-ગાડી જોઈ ટીમને ઓળખી ગઈ હતી. આ ગાય દોડતી-દોડતી 1962-ગાડી જોડે આવી અને વાનને ઘેરી લીધી હતી. જેમ મા પોતાના દીકરા માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાય તેની વાછરડીની સારવાર માટે ટીમને તેમની જોડે આવાનું કહેતી ભાંભરતી હતી. જેથી ટીમને પણ ખબર પડી ગઈ એટલે ટીમ પણ પોતાની ફરજ બજાવવા અને ગાયની પછળ-પાછળ જઈ વાછરડીને સારવાર આપી રી-ડ્રેસિંગ કર્યું હતું. રુટીન વિલેજ વિઝીટ દરમિયાન આ જ ઘટનાક્રમ 10 ઓકટોબરના રોજ ફરી પૂનરાવર્તીત થયો હતો.