ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સિવિલમાં નવી પહેલ, ડૉક્ટરની ફરજ કયા વોર્ડમાં છે એ જાણવા 'કોવિડ-19 કેર' એપ બનાવાઈ - અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરી હોવાથી ક્યાં ડોકટર ક્યા વોર્ડમાં ફરજ પર છે એ સહેલાઈથી જાણી શકાતું નથી અને તેના માટે 'કોવિડ-19 કેર' એપ બનાવવામાં આવી છે. જેમાં ક્યા ડોકટરની ફરજ ક્યા વોર્ડમાં છે તે જાણી શકાશે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : May 30, 2020, 11:54 PM IST

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરી હોવાથી ક્યાં ડોકટર ક્યા વોર્ડમાં ફરજ પર છે એ સહેલાઈથી જાણી શકાતું નથી અને તેના માટે 'કોવિડ-19 કેર' એપ બનાવવામાં આવી છે. જેમાં ક્યા ડોકટરની ફરજ ક્યા વોર્ડમાં છે તે જાણી શકાશે.

સિવિલ ઓર્થોપેડીક વિભાગના યુવા તબીબ ડૉ. નિરવે વેબ-ડેવલોપર મિત્રની મદદથી ‘કોવિડ-19 કેર’ એપ્લીકેશન બનાવી છે. આ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી તબીબોનું ડ્યુટી લીસ્ટ, ફરજ સમયપત્રક, ડોનિંગ અને ડોફીંગ પ્રક્રીયા સમજાવતા વીડિયો, ફરજ પર તૈનાત વિવિધ વિભાગના તમામ તબીબોના મોબાઈલ નંબર વગેરે માહિતી ઉપલબ્ધ થાય છે. ડોક્ટર સહિતના કર્મચારિઓ સતત પી.પી.ઇ. કિટમાં ફરજ નિભાવતા હોય છે. આવા સમયે કયા વોર્ડમાં કયા સમયે કોણ ડૉક્ટર ફરજ બજાવે છે, તે જાણવું આવશ્યક રહે છે. એપ્લિકેશનમાં વોર્ડ દીઠ, ફ્લોર દીઠ ફરજ પરના તબીબોની જાણકારી ઉપલબ્ધ બની રહે છે.

ડૉક્ટરની ફરજ કયા વોર્ડમાં છે એ જાણવા 'કોવિડ-19 કેર' એપ બનાવાઈ

ડોનિંગ-ડોફીંગ એ પ્રક્રિયા છે. જેમા કર્મી તેના વ્યવસાય સંલગ્ન સુરક્ષાત્મક પહેરવેશ જેમકે પી.પી.ઇ કીટ પહેરે અને ઉતારે છે. આ એપમાં ડોનિંગ અને ડોફીંગ પ્રક્રિયા સરસ રીતે સમજાવવામાં આવી છે. ડ્યુટી સંલગ્ન તમામ આવશ્યક જાણકારી રોજ સવારે શિફ્ટ શરૂ થતાં પહેલા એપમાં મુકવામાં આવે છે. સિવિલ સુપ્રિટેડન્ટ ડૉ. જે. પી. મોદી જણાવે છે કે, હાલ આ એપ્લીકેશન કોવિડ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો માટે ખુબ જ ઉપયોગી નીવડી રહી છે. તબીબોને શીફ્ટ પ્રમાણે તમામ માહિતી મળી રહેતા સંકલન ઉત્કૃષ્ટ બન્યું છે. આગામી દિવસોમાં આ એપ્લીકેશનને ડેવલોપ કરી વધુ મોટા ફલક પર ઉપયોગમાં લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details