ડિસેમ્બરના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે. બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે, તેમના અસીલ વિરુદ્ધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટિસ આપવની ફરજ પડી છે. ઉપરાંત બંને સાધિકાઓની નોટિસ પાઠવ્યા વિના ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 27મી નવેમ્બરના રોજ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.