ગુજરાત

gujarat

ETV Bharat / city

બૉમ્બ બ્લાસ્ટ કેસ: આરોપીને અમદાવાદ સેન્ટ્રલ જેલ લાવવાની અરજી કોર્ટે ફગાવી - Application to go to Ahmedabad Central Jail rejected

વર્ષ 2009 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીએ મુંબઇની તલોજા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નિવેદન નોંધાવવા અંગે વિરોધ કરતા માગ કરી છે કે, તેને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવે જો કે, અમદાવાદ સ્પેશિયલ કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી છે.

Ahmedabad Central Jail
બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપીને અમદાવાદ સેન્ટ્રલ જેલ લાવવાની અરજી કોર્ટે ફગાવી

By

Published : Aug 19, 2020, 10:37 PM IST

અમદાવાદઃ સ્પેશિયલ કોર્ટે આરોપીની મુંબઈના તલોજા જેલમાંથી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાની અરજી ફગાવતા તેનું નિવેદન કે, જેમાં આરોપીએ જણાવ્યું છે કે, પોતે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નિવેદન નહીં આપે અને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવે આ બાબતની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અનીક સૈયદ દ્વારા આ માગ કરવામાં આવી હતી.

બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપીને અમદાવાદ સેન્ટ્રલ જેલ લાવવાની અરજી કોર્ટે ફગાવી

નોંધનીય છે કે, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 78 આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ ચાલી રહી છે. સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત નીપજ્યા હતા. હૈદરાબાદમાં થયેલા બોંબ બ્લાસ્ટ કેસમાં હૈદ્રાબાદની સ્થાનિક કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને ત્યારબાદ સાત વર્ષથી આરોપી મુંબઈની તલોજા જેલમાં બંધ છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાલ CRPCની કલમ 313 હેઠળ નિવેદન નોંધાવવામાં આવી રહ્યું છે. આરોપી અનિક સૈયદે તેના વકીલ તરફે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી કે, તેને મુંબઈની જેલમાંથી સાબરમતી સેન્ટ્રલ જેલ લાવવામાં આવે અને ત્યારબાદ જ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપશે. આરોપી તરફે ફરિયાદ કરવામાં આવી છે કે, તેણે આ કાર્યવાહીમાં અગાઉ હાજરી આપી નથી. આ કેસ અંગે તેની પાસે કોઈ કાગળ પણ નથી. અગાઉ અમદાવાદની કોર્ટ દ્વારા જે વોરંટ પાઠવવામાં આવ્યો હતો તે પણ જેલ સુપરિન્ટેન્ડેન્ટએ બજવ્યું ન હોવાનો આરોપી તરીકે આક્ષેપ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details