હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહારના કેસમાં ધરપકડ કરાયેલ બંને સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાના કોર્ટે વચગાળાના જામીન ફગાવ્યા - પ્રાણપ્રિયા
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાએ વચગાળાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે બંને આરોપી સંચાલિકાની જામીન અરજી ફગાવી દીધી છે.
બંને સંચાલિકા વતી કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ રેગ્યુલર જામીન અરજીની સુનવણી 30મી નવેમ્બરના રોજ નિયત હાઈકોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ વિવેકાનંદનગર પોલીસ દ્વારા તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે બંને મહિલા આરોપીના 27મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવા પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટીસ પાઠવી હતી.