કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં - જામીન
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે તેમની પુત્રવધૂએ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ માગણીની ફરિયાદ દાખલ કરતાં રમણ પટેલ અને અન્ય ત્રણ આરોપીઓ દ્વારા અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે પૈકી કોર્ટે રમણ પટેલ અને મૌનાંગ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે અન્ય બે આરોપી મુકેશ અને મયૂરિકાના આગોતરા જામીન અરજી મંજૂર કરી દીધી છે.
કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં
અમદાવાદઃ ધરપકડથી બચવા માટે રમણ પટેલ સહિત પરિવારજનોએ અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદમાં પુત્રવધૂ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રમણ પટેલ અને તેમના પરિવારજનો તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હતાં. અગાઉ રાજ્ય સરકારે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.