ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીની બન્ને કિડની ફેઈલ, કન્ઝ્યુમર કોર્ટમાં હોસ્પિટલે ભૂલ કબૂલી - court ordered

ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીની બન્ને કિડની ફેઇલ થયાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવદમાં રહેતા દિપાલીબહેન ગોસ્વામીના પતિને સામાન્ય ટાઇફોઇડ થતાં તેઓ એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી હતી. ત્યારબાદ તેની બીપી હાઇ થવું, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ વધી જતા ફરિવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અંતે અન્ય ડોક્ટર પાસે જઇને તપાસ કરાવતા કિડનીને અસર થયાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ જતા હોસ્પિટલે કોર્ટમાં ભૂલ સ્વિકારી હતી અને કોર્ટે 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દિપાલીબહેનના સસરાએ કિડની ડોનેટ કરી હતી.

ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીની બન્ને કિડની ફેઈલ, કન્ઝ્યુમર કોર્ટમાં હોસ્પિટલે ભૂલ કબૂલી
ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીની બન્ને કિડની ફેઈલ, કન્ઝ્યુમર કોર્ટમાં હોસ્પિટલે ભૂલ કબૂલી

By

Published : May 29, 2021, 9:04 PM IST

  • હોસ્પિટલની બેદરકારીથી દર્દીની બન્ને કિડની ફેઈલ
  • હેવી ડોઝની દવા આપી હોવાની દર્દીના પત્નીનો આક્ષેપ
  • કોર્ટે હોસ્પિટલને આદેશ કરતા હોસ્પિટલે 6 લાખ વળતર સહીત ચૂકવવા પડ્યા

અમદાવાદઃ શહેરમાં રહેતા દિપાલીબેન ગોસ્વામીએ ETV Bharatને જણાવ્યું હતું કે મારા પતિને સામાન્ય ટાઇફોઇડ થતાં અમે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી. જ્યાં ઉપચાર દરમિયાન તેમને બીપી હાઈ થઇ જવું, માથાનો દુખાવો, બેભાન થઇ જવું જેવી સમસ્યાઓ વધી. આથી તેમને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ દરમિયાન તેમને હેવી ડોઝના બે બાટલા આપવમાં આવ્યા.

ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીની બન્ને કિડની ફેઈલ, કન્ઝ્યુમર કોર્ટમાં હોસ્પિટલે ભૂલ કબૂલી

આ પણ વાંચોઃ મેરઠમાં હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી, મૃત જાહેર કરાયેલો વ્યક્તિ જીવતો નીકળ્યો

અન્ય ડોક્ટરે જણાવ્યું પેશન્ટની બન્ને કિડનીને અસર થઇ

7 દિવસ બાદ તબિયત વધુ લથડતા અમે જેમતેમ કરીને ડિસ્ચાર્જ લીધું. શરુવાતમાં અમને ડિસ્ચાર્જ પણ આપવા ના પાડી. ત્યારબાદ અમે અપોલોના ડૉક્ટરને રિપોર્ટ બતાવ્યા તેઓએ જણાવ્યું હતુ કે, આમની બન્ને કિડનીમાં ઘણી અસર થઈ છે, તેઓએ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરને પણ કોલ કરીને ઠપકો આપ્યો.

સસરાએ કિડની ડોનેટ કરી

વધુમાં દિપાલીબહેને જણાવ્યું હતુ કે, અમે બાયોપ્સી કરાવીને ઘરે આવ્યા. ત્યારબાદ તબિયત વધુ ગંભીર થતાં અમે કિડની હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં બાયોપ્સી રિપોર્ટ આવ્યો અને એમાં 2 કિડની ફેલ થઈ ગઈ હોવાનું માલૂમ પડ્યું. મારા સસરાએ કિડની તેમને ડોનેટ કરી અને અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું.

આ પણ વાંચોઃ સુરતમાં દર્દીના મૃતદેહને હોસ્પિટલની બહાર રઝળતો મુકનાર ડૉક્ટર સામે ગુનો દાખલ થયો

અમારા કૌટુંબિક જીવન ઉપર ઘણી અસર પડીઃ દિપાલી બેન

દિપાલી બેનનું કહેવું છે કે, હોસ્પિટલની બેદરકારીને કારણે મારા બાળકનું બાળપણ ખોવાઈ ગયું. એ સમયે મારો બાળક નાનો હતો. એને અમારી વિશેષ કેરની જરૂર હતી પણ અમે ઘણો સમય હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા. એક હોસ્પિટલના સ્પેશિયલ સિનિયર ડોક્ટરે પણ આ ડોક્ટરને ઠપકો આપ્યો. આજે પણ તેઓ માત્ર બેડરેસ્ટ ર જ છે.

શું કહે છે એડવોકેટ આંનદ પરીખ

એડવોકેટ આનંદ પરીખે જણાવ્યું હતુ કે, અમે કોર્ટ સમક્ષ દર્દીના કુલ ખર્ચ 3,51,948 રૂપિયાના બિલ મુક્યા હતા. જેમાં કન્ઝ્યુમર કોર્ટે 6 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ રકમ એપ્રિલ સુધીમાં ફરિયાદીને મળી છે. પણ હજી અમે અપીલ માટે કોર્ટમાં જઈશું.

ABOUT THE AUTHOR

...view details