અમદાવાદઃ કોરોનાની મહામારી દરમિયાન બનાવટી દવાને કોરોનાની સારવારમાં ઉપયોગથી ટોસીલીઝૂમાબ બતાવીને દર્દીઓના જીવ સાથે રમનારા ધરપકડ કરાયેલા 2 આરોપીઓને રજૂ કરતા અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
નકલી ટોસિલિઝુમાબ દવા : કોર્ટે 2 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - corona in gujrat
કોરોનાની મહામારી દરમિયાન નકલી દવા બનાવી તેને ટોસિલિઝૂમાબ બતાવનાર આશિષ શાહ, અક્ષય શાહ સહિત 5 આરોપીઓના કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 2 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
![નકલી ટોસિલિઝુમાબ દવા : કોર્ટે 2 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા નકલી ટોસિલિઝુમાબ દવા : કોર્ટે તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:33:54:1595505834-gj-ahd-15-corona-fake-injection-court-e-panch-divas-na-remand-manjur-karya-photostory-7204960-23072020171906-2307f-1595504946-834.jpg)
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓના રિમાન્ડ માટે રજૂ કરેલા કારણોમાં જણાવ્યું હતું કે, કયો આરોપી શુ કરતો હતો, તેની ભૂમિકા શુ હતી, આ ડ્રગ્સ ક્યાંથી લાવતા અને ક્યાં બનાવી કોને કોને વેચાવમાં આવ્યા. આ સમગ્ર પ્રકરણ પાછળ કોણ છે તેની હાલ તપાસ બાકી હોવાથી સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે.
પકડાયેલા આરોપીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એવી ફરિયાદ દાખલ કરી છે કે, તેમણે કોરોનાની મહામારી ને ડામવા માટે જે દવાઓનો હાલ કાયદેસરનો ઉપયોગ સરકારી અને બિન સરકારી દવાખાનામાં કરાઈ રહ્યું છે. તે દવાનો આરોપીઓએ ખોટી અને તદન બનાવટી દવા બનાવીને તેને 1.35 હજારમાં બિન્દાસ્ત પણે તેનું વેચાણ કરીને પોતાની આવક ઊભી કરી રહ્યા હતા.