ગુજરાત

gujarat

ETV Bharat / city

દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ પડાવનારા PSIના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - Ahmedabad Police

અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં શ્વેતા જાડેજા સામે દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા લાંચ પડાવવાની ફરિયાદ દાખલ થતાં તેમને અમદાવાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં જ્યાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ પડાવનાર PSIના કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા
દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ પડાવનાર PSIના કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

By

Published : Jul 4, 2020, 4:18 PM IST

અમદાવાદ: પોલીસ તરફે આરોપી શ્વેતા જાડેજાની તપાસ માટે સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતાં. જોકે કોર્ટ દ્વારા માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. ત્રણ દિવસ બાદ આરોપી પીએસઆઇને ફરીવાર અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી પી.એસ.આઇએ કોના ઇશારે અને શા માટે લાંચ માગી તેની તપાસ માટે રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ પડાવનાર PSIના કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા
ફરિયાદીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ અરજી કરી હતી જેમાં થોડા મહિના અગાઉ કોઈ કેસ બાબતે મહિલા PSI એ 35 લાખ પડાવ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં આરોપમાં તથ્ય હોવાનું જણાતાં PSI વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ફરિયાદ નોંધીને મહિલા PSI વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, હાલ સમગ્ર મામલે મહિલા PSIની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details