અમદાવાદઃ આરોપીઓએ કોર્ટમાં દાખલ કરવામાં આવી અરજીમાં રજૂઆત કરી હત કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે તેમના પરિવારજનો સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી.
બોમ્બ બ્લાસ્ટ: કોર્ટે આરોપીઓને પરિવારજનો સાથે ફોન પર વાત કરવાની મંજૂરી ન આપી - Ahmedabad
વર્ષ 2009 અમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસમાં કેટલાક આરોપીઓ દ્વારા તેમના પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુરુવારે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે આરોપીઓને પરિવારજનો સાથે ફોન પર વાત કરવાની મંજૂરી ન આપી
કોરોના મહામારીને લીધે તેમના પરિવારજનો મળવા આવી શકતા નથી. તેથી કરીને ફોન પર વાતચીત કરાવવામાં આવે. આ વાતનો વિરોધ કરતા રાજ્ય સરકારે કહ્યું હતું કે, આરોપીઓને UAPA ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી કરીને તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ જેલમાં કરી શકે નહીં.