- શિવરંજીની હિટ એન્ડ રન કેસમાં મિર્ઝાપુર કોર્ટે પર્વ શાહના જામીન ફગાવ્યા
- પર્વ શાહ દ્વારા કરાયેલી જામીન અરજીનો સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
- કોર્ટે આરોપી પર્વ શાહના જામીન નામંજુર કર્યા
અમદાવાદ: શિવરંજીની એક્સિડન્ટ કેસ (Shivaranjani Hit and Run Case)માં મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી પર્વ શાહના જામીન ફગાવ્યા હતા. પર્વ શાહ(parv shah ) દ્વારા કરાયેલી જામીન અરજીનો સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં દલીલ કરવામાં આવી હતી કે, જો આરોપી પર્વને જામીન મળે તો કેસની તપાસને અસર થાય એમ છે અને આ પ્રકારે બીજો ગુનો પણ આચરી શકે છે. વધુમાં સરકાર તરફથી કોર્ટ સમક્ષ રજુ કરાયેલા સોગંદનામામાં પોલીસ દ્વારા કેસમાં અડચણ ઉભી કરી શકે છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જવાબમાં એ પણ ઉલ્લેખ છે. અંતે કોર્ટે આરોપી પર્વ શાહના જામીન નામંજુર કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં CCTVમાં નજરે પડતી અન્ય કારની થઈ ઓળખ
અગાઉ કોર્ટે જયુડિશિયલ કસ્ટડી માટે પર્વ મને મોકલ્યો હતો
મહત્વનું છે કે, પોલીસે પર્વ શાહને કોર્ટમાં રજૂ કરતાં તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે માત્ર એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ બાદ જ્યારે પર્વ શાહને ફરીવાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. ત્યારે તેને પંદર દિવસના માટે જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલી દેવામાં આવ્યો. ત્યારબાદ આજે પર્વ શાહે કોર્ટમાં જામીન અંગે અરજી કરતા કોર્ટે અરજી ફગાવી હતી.
હત્યાનો ગુનો
પર્વ શાહ હિટ એન્ડ રન કેસમાં શરૂઆતમાં 304(અ) કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ કરવામાં આવતા 304 કલમ દાખલમાં આવી હતી જેમાં હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈ ગઈકાલે (30 જૂન) કોર્ટમાં પર્વ શાહને રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેના રિમાન્ડ માગવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા 1 દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા હતા. જેમાં વધુ તપાસ કરવામાં આવ્યા ઋષભ, પાર્થ અને દિવ્ય ત્રણ લોકો વિરુદ્ધ કરફ્યુ ભંગનો 188 કલમ હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.
શું છે સમગ્ર ઘટના
શહેરમાં શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે 12.46 કલાકે હિટ એન્ડ રનની (Hit and run case) ઘટના બની હતી. જેમાં કારે ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં પરિવારની એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. ઇજાગ્રસ્તોમાંથી બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલી દેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ હૉસ્પિટલમાં સરાવાર માટે લઇ જવામાં આવ્યાં છે.