ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સ્ટેશન પર દેશનું સૌપ્રથમ આધુનિક લગેજ સેનિટાઇઝિંગ અને પેકિંગ મશીન મૂકાયું

સમગ્ર ભારતીય રેલવેમાં અમદાવાદ સ્ટેશન પર સૌપ્રથમ લગેજ સેનીટાઇઝિંગ અને પેકિંગ મશીન મૂકવામાં આવ્યું છે. કોરોના વાઇરસને લઈને યાત્રીઓના સામાન જંતુમુક્ત રહે તે માટે આ મશીન ખૂબ જ મદદરૂપ થશે.બીજી રીતે ભારતીય રેલવેને આ મશીનથી થોડી આવક પણ ઉભી થશે.

અમદાવાદ સ્ટેશન પર દેશનું સૌપ્રથમ આધુનિક લગેજ સેનિટાઇઝિંગ અને પેકિંગ મશીન મૂકાયું
અમદાવાદ સ્ટેશન પર દેશનું સૌપ્રથમ આધુનિક લગેજ સેનિટાઇઝિંગ અને પેકિંગ મશીન મૂકાયું

By

Published : Jul 22, 2020, 8:34 PM IST

અમદાવાદઃ આવા મશીન સામાન્ય રીતે એરપોર્ટ પર જોવા મળતા હોય છે. વળી સામાન પેક થઈ જવાથી સામાનની સલામતી પણ વધી જાય છે.અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ડિસ્ટ્રિક્ટ રેલવે મેનેજર દીપકકુમાર ઝા દ્વારા આ મશીનનું અનાવરણ કરાયું હતું. શરૂઆતમાં જ યાત્રીઓએ મશીન દ્વારા પોતાના સામાનને સેનિટાઈઝ અને પેક કરાવ્યો હતો. આ મશીન પ્રાઇવેટ કંપની દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

અમદાવાદ સ્ટેશન પર દેશનું સૌપ્રથમ આધુનિક લગેજ સેનિટાઇઝિંગ અને પેકિંગ મશીન મૂકાયું

આ મશીન અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા લગેજને સેનિટાઈઝ કરે છે.જો કે કોરોના વાયરસના આ કાળમાં રેલવે દ્વારા પણ લગેજ સેનિટાઇઝિંગનું મશીન મુકવામાં આવ્યુ છે.પરંતુ તે પ્રવાહી સેનેટાઈઝર દ્વારા લગેજને સેનિટાઈઝ કરે છે.આ મશીનમાં લગેજ પેકિંગ અને સેનીટાઇઝિંગના ભાવ પણ સામાન્ય માણસને પોસાય તેવા છે.

*જેમાં 10 કિલો સુધી સામાનને સેનિટાઈઝ કરવાના 10 રૂપિયા અને પેકિંગ સાથે 60 રૂપિયા કિંમત છે.

*10 કિલો ઉપર અને 25 કિલો સુધીના સામાનને સેનિટાઈઝ કરવાના 15 રૂપિયા,જ્યારે પેકિંગ સાથે 70 રૂપિયા ભાવ છે.

*25 કિલો ઉપર સામાનને સેનિટાઈઝ કરવાના 20 રૂપિયા અને પેકિંગ સાથે 80 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના સંકર્માણના આ સમયમાં ભારતીય રેલવેની મોટાભાગની પેસેન્જર ટ્રેનો બંધ રહી છે.ત્યારે આવકનું એકમાત્ર સાધન ગુડ્ઝ ટ્રેન જ છે.ત્યારે અમદાવાદ મંડળના સ્ટેશન ઉપર બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે.જેમાં પાંચ ઓફિસરોની ટીમ હોય છે.જે ઓ રાજ્યના જુદા જુદા બિઝનેસ યુનિટ અને ચેમ્બર સાથે વાતો કરીને રેલવેની માલ ભાડા આવક વધે તેવા પ્રયત્નો કરે છે.

અમદાવાદ સ્ટેશન પર દેશનું સૌપ્રથમ આધુનિક લગેજ સેનિટાઇઝિંગ અને પેકિંગ મશીન મૂકાયું

ABOUT THE AUTHOR

...view details