- વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદના ઝાયડ્સ બાયોટેક પાર્ક
- એક દિવસમાં ત્રણ રાજ્યની ઝંઝાવાતી મુલાકાત
- ઝાયડ્સ કેડીલા દ્વારા ZycoV -D નામની વેકસીન થઈ છે તૈયાર
- વડાપ્રધાન મોદી કોરોના રસીના પરીક્ષણની કરશે સમીક્ષા
અમદાવાદઃ કોરોના વાઈરસ સામે રક્ષણ આપતી વેક્સિનના પ્રોગ્રેસની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. અહિ ચાંગોદર ખાતે ઝાયડ્સ કેડિલા ફાર્માની મુલાકાલ લેશે. બાદ શનિવારના એક જ દિવસમાં દેશના ત્રણ રાજ્યોનો પ્રવાસ કરવાના છે. અમદાવાદથી મહારાષ્ટ્રના પુણે અને તેલંગાણાના હૈદરાબાદની મુલાકાત લેશે.
અમદાવાદ એરપોર્ટથી હેલીપેડ દ્વારા પહોંચ્યા ચાંગોદર
મોદીની એરપોર્ટર્થી હેલીપેડ દ્વારા ચાંગોદર પહોંચ્યા છે. બાદ ચાંગોદરથી માર્ગ દ્વારા ઝાયડસ કેડિલા ફાર્મા પહોંચશે. ઝાયડસ કેડિલા દ્વારા ZycoV-D નામની વેક્સીન તૈયાર થઈ રહી છે. વડાપ્રધાન આ રસીના પરીક્ષણોની સમીક્ષા કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, વેક્સિન બનાવવામાં ગુજરાતની ફાર્મા કંપની આગળ વધી રહી છે.
વડાપ્રધાન મોદીની મુલાકત બાદ કોરોનાની રસીનું કરશે નિરીક્ષણ એક દિવસમાં PM મોદીની 3 રાજ્યની મુલાકાત
વડાપ્રધાન અમદાવાદમાં વેક્સિનનું રિસર્ચ જોઈ અહીંથી તેઓ પુણા અને હૈદરાબાદમાં ચાલી રહેલા કોરોના વેક્સીનના રિસર્ચ માટે જશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે સ્થિત સીરમ ઈસ્ટિટયુટની પણ મુલાકાત લેશે. વડા પ્રધાન તેના પરિક્ષણો, ઉત્પાદન અને વિતરણના પ્રસ્તાવિત આયોજન સંદર્ભે પણ સમીક્ષા કરશે.
એક જ દિવસમાં ઝંઝાવાતી પ્રવાસ બાદ કોરોનાને નાથવા વડા પ્રધાન મહત્ત્વની જાહેરાત કરે તેવી અટકળો વહેતી થઈ છે.