ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીના ઘરે કોરોનાનો પગ પોસારો, રસોઈયો અને તેમનો પુત્ર કોરોનાથી સંક્રમિત

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થામાં પણ પગ પેસારો કર્યો છે. CM રૂપાણીના નિવાસ્થાને રસોઈ કામ કરતા મહારાજનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાં કોરોનાના લક્ષણો જોવા મળતા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેથી સંજય પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા 6 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાન નિવાસ સ્થાનમાં કોરોનાનો પગ પોસારો, CMના ઘરનો રસોઈયો અને તેનો પુત્ર કોરોનાની ઝપેટમાં
મુખ્યપ્રધાન નિવાસ સ્થાનમાં કોરોનાનો પગ પોસારો, CMના ઘરનો રસોઈયો અને તેનો પુત્ર કોરોનાની ઝપેટમાં

By

Published : Nov 27, 2020, 11:25 AM IST

  • મુખ્યપ્રધાનના નિવાસસ્થાનમાં કોરોનાનો પગ પેસારો
  • રૂપાણીના ઘરે રસોઈ બનાવતો રસોઈઓ કોરોના પોઝિટિવ
  • તેમના સંપર્કમાં આવેલા 6 લોકો થયા હોમ ક્વોરન્ટાઈન

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થામાં પણ પગ પેસારો કર્યો છે. CM રુપાણીના નિવાસ્થાને રસોઈ કામ કરતા મહારાજનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાં કોરોનાના લક્ષણો જોવા મળતા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેથી સંજય પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા 6 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

રુપાણીના પુત્ર અને તેમના રસોયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જોકે સંજય પંડ્યા કોરોના પોઝિટિવ આવતા જ તેમના પરિવારનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તેમના પરિવારમાંથી તેમના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ રુપાણી નિવાસસ્થાનમાં રસોઈ બનાવતા સંજય પંડ્યા અને તેમના પુત્રને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

નવેમ્બર માસમાં કોરોનાના 170 દર્દીના મોત

રાજયમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાથી રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને માસ્ક પહેરવા માટેની ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. 10 એપ્રિલથી અત્યાર સુધીમાં 621 કોરોના દર્દીના મોત થઇ ગયા છે. જેમાં નવેમ્બર મહિનામાં જ 170 દર્દીઓના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો છે. છેલ્લામાં 4 દિવસમાં 118 દર્દીઓનાં મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details