અમદાવાદઃ શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાદિક મોહમદ ગુલઝારખાન પઠાણ 19મી સપ્ટેમ્બરના રોજ નોકરી પર આવ્યા હતા. બપોરે ટિફિન લેવા જતા પાર્ક કરેલ જગ્યા પર સ્કૂટર જોવા મળ્યું નહોતું. જે બાદ તેમને આસપાસ તપાસ કરવા છતા સ્કૂટર મળ્યું નહોતું, જે બાદ સીસીટીવી જોતા તેમા પણ તેમાં સ્કૂટર દેખાયું નહિ.
અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનના બહારથી જ કોન્સ્ટેબલનું સ્કૂટર ચોરી થયું - woman police station
પોલીસ સ્ટેશન બહારથી જ વાહનો ચોરી થવાનો કિસ્સો અમદાવાદમાં શરૂ થયો છે. અગાઉ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બહારથી 2 બાઇક ચોરી થયા હતા. ત્યારે મહિલા પોલીસ સ્ટેશન બહારથી પણ કોન્સ્ટેબલનું સ્કૂટર ચોરી થયાનો બનાવ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનના બહારથી જ કોન્સ્ટેબલનું સ્કૂટર ચોરી થયું
તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસનો ડ્રેસ, નેમ્પ્લેટ, કેપ, બેલ્ટ, આર.સી.બુક, પોલીસ વેલડરની બુક વગેરે વસ્તુઓ હતી. જેથી આ અંગે તરત જ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
પરંતુ સુરક્ષિત અમદાવાદના દાવા વચ્ચે આ પ્રકારના બનાવ બનતા અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે પોલીસ સ્ટેશનની બહારથી જ વાહનો ચોરી થવા લાગ્યા છે.