ગુજરાત

gujarat

ETV Bharat / city

નીતિન પટેલ પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ઘટનાને વખોડી - અમદાવાદ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોમવારના રોજ કરજણના કુરાલી ગામે જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભા બાદ નાયબ મુખ્યપ્રધાન મીડિયા સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર જૂતું ફેકવામાં આવ્યુ હતું. આ ઘટના બાદ કોંગ્રેસે નિવેદન આપતા ઘટનાને વખોડી હતી.

રાજકારણ ગરમાયું
રાજકારણ ગરમાયું

By

Published : Oct 27, 2020, 3:03 AM IST

  • કુરાલી ગામે જાહેરસભા દરમિયાન નીતિન પટેલ પર જૂતું ફેંકાયું
  • કોઈને કાંકરીચાળો કામ નહીં આવેઃ નીતિન પટેલ
  • કોંગ્રેસે પણ ઘટનાને વખોડી નાખી કાઢી

અમદાવાદઃ કુરાલી ગામે પોલીસની હાજરીમાં નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવામાં આવ્યુ હતું. જોકે કોણે આ ચપ્પલ ફેક્યું તે જાણવા નથી મળ્યું, આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાના પગલે કોંગ્રેસે કહ્યું કે, જે સ્થળે જૂતું ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા. જ્યારે આ મામલે નીતિન પટેલે કહ્યું કે, આ બધું કરવાથી કંઈ નહીં થાય, આ કૃત્ય વિરોધીઓનું જ છે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પર ફેંકાયેલા જૂતાની ઘટનાને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી

લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી

નીતિન પટેલ પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ઘટનાને વખોડી

લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને ચલાવી પણ ના લેવાય. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે. પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યા હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યા કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ? આવી સાદી સમજણ પણ પડતી નથી ?

કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી

ભાજપને સમજણ પડવી જોઈએ કે પ્રજા અને ભાજપના કાર્યકરને માથે તમે પક્ષપલ્ટુ ઉમેદવાર માથે ઠોક્યા છે, એનો રોષ જનતા અને ભાજપના કાર્યકર્તાઓમાં છે. જે એમના જ સભા સ્થળે વ્યક્ત કરી રહ્યા છે અને દોષ વિપક્ષને આપે છે. મુખ્યપ્રધાન પદે પોખાવા નીકળેલા નીતિનભાઈને માંડવેથી પાછા વાળનાર ભાજપે અપમાનનું જૂતું માર્યું ત્યારે પણ અમે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને આજે કોઈ તોફાની તત્વ દ્વારા જૂતું ફેકાયાની ઘટના બાદ પણ સંવેદના વ્યક્ત કરૂ છું.

ભાજપ પર પણ કર્યા આકરા પ્રહાર

અમે પ્રશાંત ભુષણ પર હુમલો કરનારને યુવા મોરચાનુ પદ આપનાર સંસ્કૃતિના વાહક નથી. કુલકર્ણીનો મોઢુ કાળુ કરનારાને પ્રોત્સાહિત કરનાર ભગવા બ્રીગેડ જેવી માનસિકતા અમારી હોઈ જ ના શકે. રાહુલ ગાંધી પર પથ્થરો ફેકવાની ઘટનામાં અને મનમોહન સિંહ જેવા પ્રામાણિક અને સંનિષ્ઠ વ્યક્તિ પર જૂતું ફેકાયું ત્યારે એ ઘટનામાં પ્રજાનો રોષ જોનારી ભાજપ આજે કોગ્રેસના નામે કાગારોળ કરી રહી છે. પણ ભુતકાળ પર નજર નથી કરતી. ત્યારે ઘટનાને વખોડી હોત તો સમાજમાં દાખલો બેસત પરંતુ ત્યારે તો ખાનગીમાં તાળીઓ લેતા હતા. છતાં આવી ઘટનાઓ લોકશાહીમાં વ્યાજબી નથી અને તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી જ નથી.

સેક્સ સીડીનું કાવતરૂ કરનાર ભાજપ કયા મોઢે કોગ્રેસ પર દોષારોપણ કરી રહી

આત્મારામ કાકાનું ધોતીયુ ખેચનાર, દત્તાજીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર, સંજય જોશીની સેક્સ સીડીનું કાવતરૂ કરનાર ભાજપ કયા મોઢે કોગ્રેસ પર દોષારોપણ કરી રહી છે તે સમજાતુ નથી. જે બન્યુ તે સદંતર ખોટું છે, સરકાર ભાજપની છે. જે કોઈ અપરાધી હોય તેને સજા કરે બાકી કોગ્રેસનો હાથ તો ઉંઘમા પણ દેખાશે જ. કેમ કે પેટા ચૂંટણીમાં પરિણામ વિપરીત આવવાનો અંદેશો ભાજપને આવી ગયો છે.

બધા જ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર હોવા છતા કોંગ્રેસ પર દોષારોપણ કેમ?: કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ ઘટના અંગે કહ્યું કે, લોકશાહીમાં વિરોધની આ પદ્ધતિ યોગ્ય નહીં. જનતાનો રોષ છે. પરંતુ વિરોધની આ રીત ક્યારેય ના હોઈ શકે. જે સ્થળે જૂતું ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા. બધા જ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર હોવા છતા કોંગ્રેસ પર દોષારોપણ કેમ ? રાહુલ ગાંધી પર ગુજરાતમાં પથ્થર ફેંકાયો ત્યારે ભાજપે તેને વખોડી હોત તો આવું ના થાત. જનતાનો છૂપો રોષ આવી રીતે વ્યક્ત થઇ રહ્યો છે.

નીતિન પટેલ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે: કોંગ્રેસ

જયરાજસિંહે કહ્યું કે, નીતિન પટેલ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે, પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ? આવી સાદી સમજણ પણ પડતી નથી ? કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી.

ABOUT THE AUTHOR

...view details