- 8 વિધાનસભા બેઠકની મંગળવારે ચૂંટણી
- પેટા ચૂંટણીમાં સરેરાશ 54.18 ટકા મતદાન
- કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી સમયે ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકની મંગળવારે ચૂંટણી યોજાય હતી. મંગળવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં સરેરાશ 54.18 ટકા મતદાન થયું છે. જેની મત ગણતરી 10 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગઢડા બેઠકની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી જોવા મળી હતી. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે સત્તાનો દૂર-ઉપયોગ કરીને બોગસ વોટિંગ કર્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા
જેને લઈ મોડી રાત્રથી કોંગ્રેસના દશાડા પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગઢડાના ઉમેદવાર મોહન સોલંકી સહિત હિતેન્દ્ર પીઠડીયા અને શશીકાંત પટેલ જેવા કાર્યકર્તાઓએ એફઆઈઆરની માગ સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા નાંખ્યા હતા. તેઓ એ કહ્યું હતું કે, આ અંગે પોલીસ કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી પણ ફરિયાદ પણ નોંધતા નથી અને એફ.આઈ.આર પણ દાખલ કરવામાં આનાકાની કરી રહ્યા છે.
પેટા ચૂંટણીમાં મારામારી અંગે ની ફરિયાદ દાખલ કરવા ધારાસભ્ય નૌશાદ સોલંકીના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા
કાયદા પ્રમાણેની જોગવાઈ કરવામાં આવશે
ધારાસભ્ય નૌશાદ સોલંકીનું કહેવું છે કે, પોલીસ દ્વારા આ બધું ભાજપના નેતાઓના ઈશારે કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પોલીસ કોઈપણ કાર્યવાહી કરી રહી નથી. ધારાસભ્ય દ્વારા કેહવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશનમાં જ રહેશે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ વાતની પૂછપરછ કરતા તેમણે કંઈપણ જવાબ આપવાની મનાઈ કરી હતી. તેમજ કાયદા પ્રમાણેની જોગવાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો :