અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયું પાણી-પાણી - ahmedabad corona news
અમદાવાદમા વહેલી સવારે ચાર વાગ્યાથી જ વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદે શહેરના પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કર્યા. ફક્ત 2 કલાકમાં પોણા બે ઈંચ જેટલુ પાણી પડ્યુ. શહેરમાં ગઈ કાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 51.92 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો. જેમાંથી 44 મિમી જેટલો વરસાદ તો સવારે 4 થી 5 વાગ્યા દરમિયાન જ નોંધાયો છે.
અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણી
અમદાવાદઃ શહેરમાં વહેલી સવારે 4 વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. હાટકેશ્વર, અમરાઈવાડી 132 ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. હાટકેશ્વર સર્કલ પર આવેલા આઈશ્રી ખોડિયાર મંદિર સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા સમારકામ ચાલુ હોવાથી શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કર્યુ હતું. હાટકેશ્વર સર્કલ જાણે બેટમાં ફેરવાયુ હતું.