અમદાવાદઃ સુરત શહેરમાં કોરાનાની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટેની જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ દુઃખ વ્યક્ત કર્યું હતું. સુરત શહેરમાં કોરોનાને કઈ રીતે નિયંત્રિત કરી શકાય એ મુદ્દે રાજય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે.
ચીફ જસ્ટિસે કહ્યું જે વ્યક્તિ મરવા માગે છે એને કઈ રીતે બચાવી શકાય અરજદાર વતી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત શહેરમાં લોકો લોકો સોશિયલ ડિસ્ટનસિંગ અને નિયમોનું પાલન કરી રહ્યાં નથી. આ મુદ્દે વ્યથિત થયેલા ચીફ જસ્ટિસ વિક્રમનાથે કહ્યું કે જે વ્યક્તિ મરવા માગે છે તેવા વ્યક્તિને મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે બચાવી શકે.કોરોના મહામારી સાથે સંકળાયેલા કેસના વકીલો પાસેથી સુરત શહેરની સ્થિતિ કઈ રીતે સુધારી શક્ય એ સૂચનો મંગાવ્યાં છે. અરજદારે જ્યારે કોર્ટમાં કહ્યું કે વધુ પબ્લિસિટીની જરૂર છે. ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે તમે માત્ર ફરિયાદ સાથે આવો છો, ઉકેલ સાથે નહીં.
ચીફ જસ્ટિસે કહ્યું જે વ્યક્તિ મરવા માગે છે એને કઈ રીતે બચાવી શકાય સુરતીઓના વર્તનમાં કઈ રીતે ફેરફાર લાવી શકાય એ મુદ્દે હાઇકોર્ટે વકીલ પર હળવી ટિપ્પણી કરી હતી. આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે સરકાર સુરતમાં સંખ્યામાં અટકાવવા માટે પગલાં લઇ રહી છે અને જ્યાં ચૂક થઈ રહી છે તેને પણ દૂર કરાશે. જસ્ટિસે કહ્યું કે તમને શા માટે હાઇકોર્ટના નિર્દેશની જરૂર પડે છે તમે જાતે કેમ કરતાં નથી.