અમદાવાદઃ અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં આવેલા આઇસોલેશન વૉર્ડમાં ફરજ બજાવી રહેલા મહિલા તબીબ પર ઉપરની છત ધરાશાયી થતાં મહિલા તબીબ ઘાયલ થયા હતાં. હાલ જ્યાં તેઓ સારવાર હેઠળ છે.
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં સિલિંગ પડતા મહિલા તબીબ ઘાયલ - શારદાબેન હોસ્પિટલ ન્યૂઝ
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં સિલિંગ ધરાશાયીની ઘટના બની હતી. આ ઘટનામાં હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા મહિલા તબીબ ઘાયલ થયાં છે.
collasped
સરસપુરમાં આવેલા શારદાબેન હોસ્પિટલમાં કોરોનાના આઇસોલેશન વૉર્ડમાં અચાનક જ છત ધરાશાયી થઈ હતી. જ્યાં મહિલા તબીબ ડૉ.મિતાલી ફરજ નિભાવી રહ્યાં હતાં, તે દરમિયાન છત તેમના પર પડતાં મહિલા તબીબને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જોકે આ ઘટના બાદ તુરંત તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલા તબીબ સારવાર હેઠળ છે.