- ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા કિસ્સાઓ આવ્યા સામે
- સૌથી વધુ મોબાઈલ ગેમ્સ, સોશિયલ મીડિયાનો શિકાર થાય છે ટીનેજ
- મોબાઈલનું વ્યસન ધરાવતા લોકો લઈ રહ્યા છે સારવાર
અમદાવાદઃ શહેરના દિલ્હી દરવાજા ખાતે આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં પહેલીવાર મોબાઈલનું વ્યસન ( Mobile Addiction ) છોડાવવા માટે ડિજિટલ ડીટોક્સ વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે 15 જેટલા દિવસમાં 24 કેસો સામે આવ્યા છે. જેઓ અત્યારે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં ટીનેજ 50 ટકા છે. પરંતુ તેઓને શા માટે મોબાઈલનું વ્યસન થયું, તેઓ કેટલા સમય સુધી મોબાઈલ સ્ક્રીન પર વ્યસ્ત રહેતા હતા ખાસ કરીને ટીનેજર્સ અને યંગસ્ટર્સ માટેના કિસ્સાઓ આંખ ઉઘાડી દે તેવા છે.
કેવી કેવી પ્રવૃત્તિઓથી લાગ્યું મોબાઈલનું વ્યસન
ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં મોબાઈલ એડિક્ટ ( Mobile Addiction ) લોકોમાં પાંચ વર્ષના બાળકથી લઈને 22 વર્ષ સુધીના યંગસ્ટર સામેલ છે. જેમાં તેઓ કલાકો સુધી મોબાઈલ પર સમય વ્યતીત કરતાં હતાં. જેના કારણે કોઈ નાની ઉંમરથી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયું તો કોઈને સોશિયલ મીડિયામાં પ્રેમ થઈ ગયો તો કોઈને ગેમ્સ રમવાનું વળગણ લાગી ગયું. જેના કારણે એડિક્ટ થઈ ગયા અને તેમને લેવી પડી રહી છે સારવાર.
મોબાઈલ પર 6થી 8 કલાક સમય વ્યતીત થતા 5 વર્ષના બાળક અને 17 વર્ષની મહિલા પર જોવા મળી આ અસરો
કિસ્સો : 1
5 વર્ષનું બાળક 6 કલાક મોબાઈલમાં સમય વ્યતીત કરતું હતું
5 વર્ષનો નિશાન (નામ બદલ્યું છે) આ ઉંમરમાં જ મોબાઈલનો આદી બની ગયો હતો. તે દિવસના છ કલાક સુધી સમય મોબાઈલ પર વ્યતીત કરતો હતો. છઠ્ઠા વર્ષે પ્રવેશ કરતા ધોરણ એકમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ઓનલાઈન મોબાઈલનો ઉપયોગ વધુ કરવા લાગ્યો. ત્યારે લોકડાઉન અને કોરોના હોવાથી માતાપિતા પણ બાળક ક્યાંય જાય નહીઁ, મોબાઇલમાં સમય વ્યતીત કરે તે માટે તેને મોબાઈલ આપતા હતાં પરંતુ તેને નાની ઉંમરમાં જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ બનાવી દીધાં હતાં. જેથી તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો અને મોબાઈલ ગેમ સતત રમતો હતો. ઘર અને સામાજિક જીવન સાથેનું કનેક્શન છૂટી ગયું હતું. તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો તે ગુસ્સો પણ કરવા લાગ્યો હતો તેને રાત્રે 3 થી 4 કલાક જ ઊંઘ આવતી હતી. જેના કારણે તેના માતા-પિતાએ ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલનો સંપર્ક કરી તેની Mobile Addiction ની સારવાર શરૂ કરાવી.
કિસ્સો : 2