- ચાંદખેડામાંથી કોલ સેન્ટર પકડાયું
- પાંચ યુવાનોની ધરપકડ કરાઈ
- ઝોન 2 ડીસીપી વિજય પટેલની સ્કવોડે ચાંદખેડામાંથી કોલ સેન્ટર ઝડપ્યું
અમદાવાદઃશહેર કોલ સેન્ટર દ્વારા ઠગાઈ આચરવાનું હબ બની ગયું હોય તેવું લાગે છે. હજી હમણા જ નિરવ રાયચુરા નામના વ્યક્તિની કોલ સેન્ટર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી બીજા 25 કોલ સેન્ટર સ્કેમની લિંક મળી છે. તેના પછી ચાંદખેડા તપોવન સર્કલ પાસે એમ્પોરિયા કુંજ કોમ્પલેક્સમાં છઠ્ઠા માળે ચાલતા કોલ સેન્ટરમાં દરોડો પાડીને પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.
સ્કવોડે દરોડા પાડી 5 યુવકોની ધરપકડ કરી
ચાંદખેડાના તપોવન સર્કલ પાસે એમ્પોરિયા કુંજ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે ચાલતા કોલ સેન્ટરમાં ઝોન 2 ડીસીપી વિજય પટેલની સ્કવોડે દરોડા પાડી 5 યુવકોની ધરપકડ કરી હતી. અમેરિકન નાગરિકોને કોમન બનાવટી નામ ધારણ કરી કોલ કરતા શખ્સો સોશિયલ સિક્યુરિટી નંબર કાર્ડ અંગે ધાકધમકી આપી નવું કાર્ડ કઢાવવા ફી પેટે પૈસા પડાવી ઠગાઈ આચરતા હતા.
કોણ છે આરોપીઓ