- અમદાવાદમાં જાણીતા જ્વેલરી શોરુમમાં કરવામાં આવી ગાય-વાછરડાંની પૂજા
- ચાંદીના શણગારો પહેરાવી મનગમતું ભોજન પણ કરાવાયું
- 10-11 માર્ચે મહુવામાં ગૌક્રાંતિ યજ્ઞમાં હેલિકોપ્ટરમાં લઇ જવાશે
અમદાવાદઃ આજે ખેતી પણ રાસાયણિક રીતે થવા લાગી છે, ત્યારે કુદરતી પ્રક્રિયાથી થતી ખેતી ખૂબ ઓછી થઈ ગઈ છે. આ મુદ્દેે લોકોમાં જાગૃતિ આવે અને જૈવિક ચક્રની ચેન જળવાઈ રહે તે માટે ગાય અને નંદીની પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગાય અને વાછરડાંનેે ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. આગામી 10 અને 11 માર્ચે યોજાનારા યજ્ઞમાં હેલિકોપ્ટરમાં મહુવા લઇ જવામાં આવશે. અમદાવાદના જાણીતાં જ્વેલર્સના શૉરુમ ગૌપ્રેમી વિજય પરસાણા તેમની સાથે રહેતી ગાય અને નંદીને પૂજા કરવા માટે લઈને આવ્યા હતા. શો રૂમમાં પૂજા કર્યા બાદ બન્નેને ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. હવે બન્ને મહુવાના કોટિયા ગામે ગૌ ક્રાંતિ યજ્ઞમાં હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવશે.
આગામી સમયમાં લોકોને નંદી આધારિત ખેતી કરવા માટે અનેક પ્રોગ્રામ કરવામાં આવશે આ પણ વાંચોઃ પરિવારના મોભીને જંતુનાશક દવાઓ વાળા ખોરાકથી પક્ષઘાતનો હુમલો આવતા જૂનાગઢના પરિવારે શરુ કરી ઓર્ગેનિક ખેતી
ગૌપ્રેમી વિજયભાઈ અને ગાયનો છે અનોખો પ્રેમ
આ અંગે ગૌપ્રેમી વિજય પરસાણાએ જણાવ્યું હતું કે તેઓ 9 વર્ષથી પોતાની સાથે ગાય અને નંદી રાખે છે. તેમના સંતાનની જેમ બંનેને કાયમ સાથે રાખે છે. આજે ગામડામાં ગૌમાતાને ઈન્જેકશન આપીને વાછરડાંને જન્મ આપે છે. અને તેમાં પણ નંદી જન્મે તો તેનો ત્યાગ કરવામાં આવે છે. જેથી લોકોમાં જાગૃતતા આવવી જરૂરી છે. જ્યારે બીજી તરફ ટ્રેક્ટરની ખેતીથી જમીનને પણ નુકસાન થાય છે. જેમ પહેલા નંદી દ્વારા ખેતી થતી હતી. જે હવે નથી થતી તે માટે લોકોમાં જાગૃતતા નથી. જેથી 10 અને 11 માર્ચે ગૌક્રાંતિ યજ્ઞ યોજાશે. જેમાં પૂજા કરાયેલ નંદી પણ રહેશે અને હજારો લોકોને ગૌ આધારિત ખેતી કરવા સંકલ્પ લેવડાવવામાં આવશે. જ્યારે આ યજ્ઞમાં નંદીને અને ગાયને હેલિકોપ્ટમાં લઈ જવામાં આવશે જેથી કરીને લોકોને એક સારો સંદેશો જાય. જ્યારે ખેતીમાં અનેક પ્રકારની ટેકનોલોજી આવી અને ખેતી કરવામાં આવે છે. પરંતુ નંદી દ્વારા જે ખેતી કરવામાં આવતી હતી તે સારી હતી અને તેનાથી જમીનને નુકસાન થતું ન હતું. જ્યારે આગામી સમયમાં લોકોને નંદી આધારિત ખેતી કરવા માટે અનેક પ્રોગ્રામ કરવામાં આવશે.