- વ્યાજખોરના ત્રાસથી બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી
- સ્કીમમાં પૈસાની જરૂર પડતાં વ્યાજે લીધા હતા
- વ્યાજખોરોએ મિલકત પણ પચાવી પાડી
અમદાવાદ: શહેરના દાણીલીમડામાં આવેલા શીતલ ફ્લેટમાં રહેતાં ઝાકીર હુસેન કુરેશી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં બોમ્બે હોટેલમાં રોશન રેસીડેન્સી નામની ફ્લેટની સ્કીમ ચાલુ કરી હતી. જે સ્કીમ માટે પૈસાની જરૂર પડતાં તેમણે તેમના મિત્ર રસીદ ખાનને વાત કરી હતી અને રસીદ ખાને તેઓને લિયાકત મિર્ઝા અને ઇકબાલ ખાન સાથે મુલાકાત કરાવી હતી. આ બન્ને વ્યક્તિઓએ પૈસા વ્યાજે આપવાની તૈયારી બતાવી હતી. ઝાકીર હુસેને ઈકબાલ ખાન પઠાણ પાસેથી 50થી 60 લાખ જેટલી રકમ વ્યાજ પર લીધી હતી. જે રકમ વ્યાજ સાથે ચુકવી પણ આપી હતી પણ આ ઈકબાલ પઠાણ પૈસાની લાલચમાં ઝાકીર હુસેન પાસે બીજા 25થી 30 લાખથી વધારે માંગતો હતો અને ઝાકીર હુસેને લિયાકત મિર્ઝા પાસેથી ટુકડે-ટુકડે 16 લાખની રકમ વ્યાજે લઈ ચૂકવી દીધા હતા.
આ પણ વાંચો:મહેસાણાના વિજાપુરમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું