ગુજરાત

gujarat

ETV Bharat / city

લૂટેરી દુલ્હન બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામેઃ લગ્ન બાદ મહિલાના દાગીના-રૂપિયા લઇ પતિ ફરાર - ahemdabad

લૂટેરી દુલ્હનના અનેક કિસ્સા અત્યાર સુધી તમે સાંભળ્યા હશે, પરંતુ લગ્ન કર્યા બાદ ગણતરીના દિવસોમાં મહિલાના દાગીના કે રૂપિયા લઈને પતિ ફરાર થઇ ગયો હોવાનું કદાચ નહિ સાંભળ્યું હોય. આવો જ એક વિચિત્ર કિસ્સો સેટેલાઈટની એક મહિલા સાથે બન્યો. જેના પગલે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પડી હતી.

લૂટેરી દુલ્હન બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામે
લૂટેરી દુલ્હન બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામે

By

Published : Jun 14, 2021, 11:14 AM IST

  • લૂટેરી દુલ્હનના અનેક કિસ્સા બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામે
  • પત્નિના દાગીના પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો
  • પતિ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાઇ

અમદાવાદઃ લૂટેરી દુલ્હનના અનેક કિસ્સા બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામે. લગ્નના ગણતરીના દિવસોમાં જ મહિલાના દાગીના કે રૂપિયા લઈને પતિ ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે પતિ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવવી પડી. આ શખ્સનું નામ પ્રભજોત સિંઘ છે અને પોતાની જ પત્નિના દાગીના પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

લૂટેરી દુલ્હન બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામે

આ પણ વાંચોઃલગ્ન કરી ઠગ કરનારી લુંટેરી દુલ્હન સહિત 5 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપ્યા

પ્રભાતજોત સિંઘે લગ્નનું નાટક કરી રૂપિયા લઇ થયો છૂમંતર

આરોપી પ્રભજોત સિંઘ પહેલા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરીને રૂપિયા લઈ છૂમંતર થવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતો હતો. પ્રભજોત સિંઘે પ્રથમ મહિલા સાથે લગ્નનું નાટક કયું હોય તેવું નથી. અગાઉ પણ અનેક મહિલા સાથે આવી છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે.

મહિલા સેટેલાઈટ વિસ્તારમાં પીજીમાં 2008થી આવી રહેવા

સેટેલાઈટ પોલીસે દાખલ કરેલી મહિલાની ફરિયાદમાં પણ પ્રભજોત સિંઘ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે, અગાઉના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તે સેટેલાઈટ વિસ્તારમાં પીજીમાં રહેવા માટે વર્ષ 2008થી આવી. તે દરમિયાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘ સાથે થયો અને ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી પ્રભજોત સિંઘે મહિલાને પોતે કુવારો હોવાનું જણાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવતા બન્ને સહમત થયા.

લૂટેરી દુલ્હન બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામે

જૂન 2015માં આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા

જૂન 2015માં આર્ય સમાજમાં તેઓએ લગ્ન કર્યા. આ લગ્ન બાદ પણ આરોપી મહિલાને તેના ઘરે લઈને ન હતો જતો અને પીજીમાં રાખી પૈસા ન હોવાનું બહાનું કરતો. જેથી મહિલાએ તેની બચતના રૂપિયા 35 હજાર આપતા, તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા.

આરોપી પતિ મહિલાના પૈસે મોજશોખ કરતો હતો

આરોપી મહિલાને ઘર ખર્ચના રૂપિયા આપવાના બદલે મહિલાના પૈસે તે મોજશોખ કરતો હતો અને મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ કરી છોડી દેવાની ધમકી આપતો હતો. મહિલાને પ્રભજોત સિંઘના વર્તનથી શંકા જતા જાણવા મળ્યું કે, આરોપીએ અગાઉ પણ અન્ય બે યુવતી સાથે પોતે કુવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવી ચુક્યો છે.

આ પણ વાંચોઃસુરત : લગ્ન કરીને બે મહિનામાં જ 4.50 લાખના ઘરેણા લઇ જનારી લૂંટેરી દુલ્હન ઝડપાઈ

પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

આ મામલે પોલીસનું માનવું છે કે, હાલ ભાડે રાખેલું મકાન છોડી આરોપી પ્રભજોત સિંઘ ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં મહિલા તેના પતિને શોધવા માટે વતન પંજાબમાં પણ ગઈ હતી, જ્યાં પણ તેનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. જેથી સેટેલાઈટ પોલીસે મહિલાની ફરિયાદના આધારે વિવિધ દિશામાં આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details