ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પ્રદેશ મહિલા મોરચાએ ઉત્તરપ્રદેશ હાથરસની પીડિતાને ઝડપથી ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી - હાથરસ દુષ્કર્મ કેસ

વર્ષ 2012માં દિલ્હીના દેશને હચમચાવી નાંખનાર નિર્ભયા દુષ્કર્મ કેસ બાદ પણ દેશમાં સતત આવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે. હમણાં જ 14 સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે કેટલાક અસામાજિક તત્ત્વોએ એક યુવતી પર બેરહેમ રીતે દુષ્કર્મ કરીને તેની જીભ કાપી નાખી અને કમરના ભાગે ફટકા મારીને કમર તોડી નાખી હતી. તે યુવતીએ તાજેતરમાં જ હોસ્પિટલમાં પોતાનો દમ તોડયો છે. ત્યારે સમગ્ર દેશમાં આ ઘટનાને લઇને ગંભીર પડઘા પડી રહ્યાં છે.

ભાજપ પ્રદેશ મહિલા મોરચાએ ઉત્તરપ્રદેશની હાથરસની પીડિતાને ઝડપથી ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી
ભાજપ પ્રદેશ મહિલા મોરચાએ ઉત્તરપ્રદેશની હાથરસની પીડિતાને ઝડપથી ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી

By

Published : Sep 30, 2020, 9:21 PM IST

અમદાવાદઃ આ ઘટના ઉપર બોલતાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે, તેઓ આ ઘટનાથી દુઃખી છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર જેવી રીતે ઝડપથી ન્યાયની પ્રક્રિયા અપનાવી રહી છે, ત્યારે આપણે ઝડપી ન્યાયની આશા રાખી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવા કિસ્સાઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ત્રણ મહિના ચલાવીને ગુનેગારોને ત્વરિત સજા મળે તેવું આયોજન કર્યું છે.

BJP મહિલા મોરચા પ્રમુખ જ્યોતિ પંડ્યાએ ન્યાયની આશા વ્યક્ત કરી

આ અંગે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પહેલેથી જ મહિલાઓ માટે વધુ સુરક્ષિત છે. કારણકે, અહીં પોલીસમાં 33 ટકા મહિલા આરક્ષણ છે. મહિલાઓને દરેક સ્તરે યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે. 181 અભયમ હેલ્પલાઇન હોય કે મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશન પણ અહીં બન્યા છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ મહિલા આરક્ષણ છે, જાહેર પરિવાહનમાં મહિલાઓની થતી છેડતીઓ માટે મહિલા ગાર્ડ પણ રાખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details