ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ કલામની જન્મજયંતિ નિમિતે ભાજપે શ્રદ્ધાંજલિ અર્પી - પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટીએ ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિએ તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ તેમને સ્મરણાંજલિ પાઠવી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિ પર તેમને અનોખી સ્મરણાંજલિ પાઠવતાં એક કવિતા પણ લખી છે.

ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિની જન્મજયંતિએ ભાજપે શ્રદ્ધાંજલિ પાઠવી
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિની જન્મજયંતિએ ભાજપે શ્રદ્ધાંજલિ પાઠવી

By

Published : Oct 15, 2020, 4:52 PM IST

અમદાવાદઃ ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમને ભારત રત્ન, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવાં ભારત સરકારના શ્રેષ્ઠ નાગરિક સન્માન પણ મળેલા છે. ભારતના પરમાણુ કાર્યક્રમના તેઓ ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. 2002થી 2007 દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપતિ રહ્યાં હતાં.

ભરત પંડ્યાએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિ પર તેમને અનોખી સ્મરણાંજલિ પાઠવતાં એક કવિતા પણ લખી છે.

તેઓ ભારતના 11માં રાષ્ટ્રપતિ હતાં. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે સમયે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતાં. તે સમયે એમના સારા સંબંધો એપીજે અબ્દુલ કલામ સાથે રહ્યાં હતાં. તેમને તેઓ અવારનવાર ગુજરાત આવવા આમંત્રણ આપતાં અને અબ્દુલ કલામ ગુજરાત આવતાં હતા. તેમને હંમેશાં પોતાના જીવનમાં વિદ્યાર્થીઓને આગળ વધારવામાં અને વિજ્ઞાન પ્રત્યેનો તેમનો રસ કેળવવાનો પ્રયાસ કર્યો.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ તેમને સ્મરણાંજલિ પાઠવી

ભારતના સૌથી મહાન રાષ્ટ્રપતિ તરીકે એપીજે અબ્દુલ કલામની ગણના થાય છે. તેઓ પોતાના જીવનમાં હંમેશા વિવાદોથી ઉપર રહ્યાં હતાં. 25 જુલાઈ, 2015ના રોજ મેઘાલયના શિલોંગ ખાતે 83 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details