ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને ભારતીય જન પરિષદે ડેપ્યૂટી મેયરને આવેદનપત્ર આપ્યું - ભારતીય જન પરિષદ

કોરોના વાઇરસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય કાર્ય આરોગ્ય સેવા બની ગયું છે. ત્યારે અન્ય કાર્ય પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. તે મુદ્દાને લઈને આજે ગુરુવારે ભારતીય જનતા પરિષદ દ્વારા ડેપ્યૂટી મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને ભારતીય જન પરિષદે ડેપ્યૂટી મેયરને આવેદનપત્ર આપ્યું
પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને ભારતીય જન પરિષદે ડેપ્યૂટી મેયરને આવેદનપત્ર આપ્યું

By

Published : Oct 8, 2020, 6:21 PM IST

અમદાવાદઃ ચોમાસામાં પણ અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓને લઈને મોટા પાયે કોર્પોરેશન પર માછલાં ધોવાયાં હતાં. પરિણામે મુખ્ય પ્રધાનની ઓફિસમાંથી દખલગીરી થતાં, ત્રીજા ભાગના અમદાવાદમાં રસ્તાઓને રિપેર કરવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે અત્યારે ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ છે, રસ્તાઓ ખરાબ છે, ગટરો ઉભરાવવાનો પ્રશ્ન છે. તેમ જ કચરાના નિકાલનો પ્રશ્ન પણ વિકટ બની રહ્યાં છે.

મેયરને આવદેનપત્ર આપવા ગયાં હતાં પરંતુ તેઓ ઉપસ્થિત ન હોતાં ડેપ્યૂટી મેયરને આવેદન સોંપ્યું
પ્રજાના આ મુદ્દાઓને લઈને ભારતીય જન પરિષદના કાર્યકરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે મેયર બીજલ પટેલને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં. પરંતુ મેયર ઉપસ્થિત ન જણાતાં તેમણે ડેપ્યૂટી મેયરને આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યારે કોર્પોરેશનના મોટા ભાગની આવકનો ઉપયોગ આરોગ્ય સેવા પાછળ થઈ રહ્યો છે.
તૂટેલા રસ્તા બંધ સ્ટ્રીટલાઈટો, કચરાનો નિકાલ ન થવો વગેરે મુદ્દે રજૂઆત કરી

ભારતીય જનતા પરિષદના કાર્યકરો ચીમકી ઉચ્ચારી હતી કે, જો તેમના આવેદન ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળના સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે.

ABOUT THE AUTHOR

...view details