- 27થી 30 માર્ચ સુધી બેન્કમાં રહેશે રજા
- 31 માર્ચે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ
- 1 એપ્રિલે એકાઉન્ટ ક્લોઝિંગ દિવસ
અમદાવાદઃ માર્ચ મહિનામાં સૌથી વધારે દિવસ બેન્કના કામકાજ બંધ રહ્યા હતા. પહેલા 13થી 16 માર્ચ સુધી સતત ચાર દિવસ સુધી બેન્કો બંધ રહી હતી અને હવે વધુ 10 દિવસ બેન્ક બંધ રહેશે. માર્ચ એન્ડિગને લઇને તથા વચ્ચે શનિ અને રવિવાર આવતો હોવાને લીધે તમામ કામગીરી મોટેભાગે બંઘ રહે તેવી શક્યતા છે. 27 માર્ચના રોજ ચોથો શનિવાર હોવાથી બેન્કમાં રજા રહેશે. તેથી કોઇપણ જાતના નાણાકીય વ્યવહાર કરી શકાશે નહીં. 28 માર્ચના રોજ રવિવારને લઇને બેન્કમાં રજા રહેશે. 29 માર્ચના રોજ હોળીનો તહેવાર આવી રહ્યો છે, જેની બેન્કમાં જાહેર રજા રહેશે. ત્યારબાદ 30 માર્ચના રોજ ધુળેટી છે. જેને લઇને પણ બેન્કોમાં જાહેર રજા રહેશે. જેના લીધે કોઇપણ જાતની કામગીરી કરી શકાશે નહી.
31 માર્ચે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ
31 માર્ચના રોજ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાને કારણે બેન્કમાં કોઇપણ જાતની કામગીરી પણ કરવામાં આવશે નહીં. પહેલી એપ્રિલના રોજ એકાઉન્ટ ક્લોઝિંગ દિવસ છે. જેને લઇને પણ તમામ કામગીરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હશે. તેથી મોટા ભાગની કામગીરી બંધ રહેશે. 2 એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે છે. જેને લઇને બેંકમાં જાહેર રજા હશે.
આ પણ વાંચોઃ વલસાડ-સંઘપ્રદેશની બેન્કોના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાતા બેન્કો રહી બંધ
10 દિવસમાં માત્ર એક જ દિવસ થશે કામકાજ
27 માર્ચથી 4 એપ્રિલ દરમિયાનના 10 દિવસમાં 9 દિવસ સુધી બેન્કના કામકાજ સામાન્ય નાગરિકો માટે બંધ રહેવા જઇ રહી છે. જેમાં 3 એપ્રિલના રોજ પહેલો શનિવાર છે. જેને લઇને બેન્કના કામકાજ સામાન્ય નાગરિકો માટે શરૂ રહેશે. પરંતુ જો કોઇ પણ કારણોસર બેન્કનો કર્મચારી રજા પર હશે, તો તમારુ કામ શનિવારે પણ બંધ રહી શકે છે.